ક્રાઇમ@આણંદઃ તાપણું કરવા તું લાકડા લાવતો નથી, મિત્રોએ મિત્રનું ગળું દબાવી હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે રવિવારે રાત્રે તાપણું કરવા માટે તું લાકડા લાવતો નથી એ વાતચીત ઉગ્ર ઝઘડામાં પરિણમતાં ચાર સ્થાનિક યુવકોએ મિત્ર પ્રકાશ વસાવાને અપશબ્દ બોલી માર મારી તેનું ગળું દબાવી દીધું હતું. ચારેય યુવકોની પોલીસે ગણતરીના કલાકોમાં તેમના ઘરેથી ધરપકડ કરી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
ક્રાઇમ@આણંદઃ તાપણું કરવા તું લાકડા લાવતો નથી, મિત્રોએ મિત્રનું ગળું દબાવી હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે રવિવારે રાત્રે તાપણું કરવા માટે તું લાકડા લાવતો નથી એ વાતચીત ઉગ્ર ઝઘડામાં પરિણમતાં ચાર સ્થાનિક યુવકોએ મિત્ર પ્રકાશ વસાવાને અપશબ્દ બોલી માર મારી તેનું ગળું દબાવી દીધું હતું. ચારેય યુવકોની પોલીસે ગણતરીના કલાકોમાં તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બોરસદ ચોકડી પાસે આવેલી એકતાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો 24 વર્ષીય પ્રકાશ અરવિંદ વસાવા રવિવારે રાત્રે દસ વાગ્યે બોરસદ ચોકડી પાસેની જીઆઈડીસી વિસ્તારમાં તાપણું કરવા ગયો હતો, જ્યાં તેના મિત્ર દીપક મહેન્દ્ર ચૌહાણ, અજય માનસિંગ પરમાર, અવિનાશ વીરસંગ બારૈયા અને કૃણાલ વજેસિંગ સોઢા પરમાર પહેલેથી જ તાપણું કરી રહ્યા હતા. એ સમયે તેમની વાતચીતમાં ચારેય યુવકોએ પ્રકાશ વસાવાને અપશબ્દ બોલી તું તાપણું કરવા માટે લાકડાં લાવતો નથી એમ કહ્યું હતું. તેમની વચ્ચેની બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી, જેને પગલે ચારેય યુવકોએ ભેગા થઈને તેને માર માર્યો હતો. મારામારી દરમિયાન ચાર પૈકી એક જણે તેનું ગળું દબાવતાં તરત જ યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો.

જેને પગલે ચારેય યુવકો ભયભીત થઈ ગયા હતા. થોડો સમય ત્યાં ઊભા રહ્યા બાદ ચારેય યુવકો મૃતક યુવકના ઘરે ગયા હતા અને પ્રકાશ બેભાન થઈને ઢળી પડ્યો હોવાનું જણાવ્યું હતું, જેને પગલે સ્થાનિકો તરત ત્યાં પહોંચી ગયા હતા, જ્યાં જઈને જોતાં જ પ્રકાશ બેભાન અવસ્થામાં હતો. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.