ક્રાઇમ@ડીસા: ગોડાઉનમાં ત્રાટક્યાં તસ્કરો, 1.40 લાખના માલસામાનની ચોરી કરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડીસા ડીસા શહેરમાં મધરાત્રે ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી કુલ 1,40 લાખના માલની ચોરી કરી છે. ગત તા.20-04-2021થી 28-04-2021ની વચ્ચે ઇસમોએ જલારામ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં પડેલાં રૂ.1,40,000ના માલની ચોરી કરી હતી. સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક દુકાનદારે અજાણ્યાં ઇસમો સામે ડીસા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અજાણ્યાં ઇસમો સામે ગુનો નોંધી
 
ક્રાઇમ@ડીસા: ગોડાઉનમાં ત્રાટક્યાં તસ્કરો, 1.40 લાખના માલસામાનની ચોરી કરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડીસા

ડીસા શહેરમાં મધરાત્રે ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી કુલ 1,40 લાખના માલની ચોરી કરી છે. ગત તા.20-04-2021થી 28-04-2021ની વચ્ચે ઇસમોએ જલારામ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં પડેલાં રૂ.1,40,000ના માલની ચોરી કરી હતી. સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક દુકાનદારે અજાણ્યાં ઇસમો સામે ડીસા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અજાણ્યાં ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરની સિંધીકોલોની બાલાપીર દરગાહની સામે આવેલ ગોડાઉનમાં ચોરીની ઘટના સામે આવી છે. સદારામ રાયચંદભાઇ પુજારા નોંધાવેલી ફરીયાદ મુજબ આજે સવારે તેઓ પોતાની દુકાન જલારામ એન્ટરપ્રાઇઝ માટે પાનમસાલાનો માલ લેવા સારું પોતોના ગોડાઉનએ જતાં ગોડાઉનનું બહારનું તાળું તુટેલું જોઇ ચોંકી ઉઠયા હતા. જે બાદમાં તપાસ કરતાં અંદર ભાગે પણ તાળું તુટેલુ જોઇ ચોરી થઇ હોવાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જલારામ એન્ટરપ્રાઇઝ નામની દુકાનના ગોડાઉન માંથી ઇસમોએ ચોરી કરી હતી. જેમાં સ્પેશીયલ બીડીના કાર્ટુન નંગ-1, કિં.રૂ.17,000, ટેલિફોન બીડીના કાર્ટુન નંગ-2, કિં.રૂ 28,000, ફાઇન સીગરેટ કાર્ટુન નંગ-2, કિં.રૂ.20,000, સીગ્નેચર ગુટખાં કાર્ટુન નંગ-2, કિં.રૂ.22,000, જાફરી તમાકુના કાર્ટુન નંગ-2 કિં.રૂ.21,000, ૨જનીગંધા સાદી કાર્ટુન નંગ-1, કિં.રૂ.27,000 નો મળી કુલ કિં.રૂ 1,40,000નો મુદામાલની ચોરી કરી હતી. સમગ્ર મામલે સ્થાનિક વેપારીએ અજાણ્યા ઇસમો સામે ડીસા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઇસમો સામે આઇપીસી કલમ 454, 457, 380, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.