ક્રાઇમ@કડી: કોલ્ડ સ્ટોરેજમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યાં, 3.20 લાખની ચોરી કરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કડી તાલુકાના ગામે આવેલ એગ્રો કોલ્ડ સ્ટોરેજમાંથી 3.20 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. ગઇકાલે મધરાત્રે અજાણ્યાં ઇસમોએ કોલ્ડ સ્ટોરેજમાં પ્રવેશી ઓફીસનું તાળું તોડ્યું હતુ. જે બાદમાં અંદરથી લાકડાના કબાટના ડ્રોવરમાંથી રોકડ રકમ રૂ.3.20 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ
 
ક્રાઇમ@કડી: કોલ્ડ સ્ટોરેજમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યાં, 3.20 લાખની ચોરી કરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કડી તાલુકાના ગામે આવેલ એગ્રો કોલ્ડ સ્ટોરેજમાંથી 3.20 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. ગઇકાલે મધરાત્રે અજાણ્યાં ઇસમોએ કોલ્ડ સ્ટોરેજમાં પ્રવેશી ઓફીસનું તાળું તોડ્યું હતુ. જે બાદમાં અંદરથી લાકડાના કબાટના ડ્રોવરમાંથી રોકડ રકમ રૂ.3.20 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હોવાથી પોલીસે તે આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ આસપાસના અન્ય 2 કોલ્ડ સ્ટોરેજોમાં પણ ગઇકાલે રાત્રે ચોરી થયાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાન ઘુમાસણમાં આવેલ મંત્રી એગ્રો કોલ્ડ સ્ટોરેજમાં ચોરીની ઘટના સામે આવી છે. ગઇકાલે વેપારી રમેશભાઇ પટેલે માલ વેચાણની સેસ રકમ રૂ.3,20,000 ઓફીસના લાકડાના કબાટમાં મુકી હતી. જે બાદમાં વહેલી સવારે ઓફીસ ખોલતાં તાળું તુટેલું હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઇ ચોંકી જઇ વેપારીએ તપાસ કરતાં અંદર બધો સામાન અસ્ત-વ્યસ્ત જોવા મળ્યો હતો. આ સાથે લાકડાના કબાટમાં મુકેલ રૂ.3,20,000ની રકમ ચોરી થયાનું સામે આવ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કડી પંથકમાં તસ્કરો બેફામ બન્યાં હોય તેમ ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. કડીના ઘુમાસણના કોલ્ડ સ્ટોરેજમાં ચોરીની ઘટનાને લઇ વેપારીએ અજાણ્યાં ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ તરફ ચોરીની સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ નંદાસણ પોલીસે અજાણ્યાં ઇસમ સામે આઇપીસી કલમ 457, 380, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.