સંકટ@ખેડૂતઃ સુઈગામમાં ઈયળોએ પાક કોતરી ખાધો, પાડોશી તાલુકામાં ભય

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં મહા વાવાઝોડાના કારણે જગતનો તાત ઉપર કુદરત નારાજ હોય તેમ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતું નથી. તાજેતરમાં જ વધુ વરસાદ, તીડ આક્રમણ, માવઠું, વાવાઝોડું અને હવે ઈયળોથી ખેડૂતનું વધ્યું ઘટ્યું બધુ જ લૂંટાઈ ગયું હોય તેવી સ્થિતિ બની છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક
 
સંકટ@ખેડૂતઃ સુઈગામમાં ઈયળોએ પાક કોતરી ખાધો, પાડોશી તાલુકામાં ભય

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં મહા વાવાઝોડાના કારણે જગતનો તાત ઉપર કુદરત નારાજ હોય તેમ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતું નથી. તાજેતરમાં જ વધુ વરસાદ, તીડ આક્રમણ, માવઠું, વાવાઝોડું અને હવે ઈયળોથી ખેડૂતનું વધ્યું ઘટ્યું બધુ જ લૂંટાઈ ગયું હોય તેવી સ્થિતિ બની છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુઈગામ તાલુકામાં ઈયળો તૈયાર પાકમાં ફરી વળતાં ઉભા મોલને તહસનહસ કરી મુક્યો છે. થોડાક સમય અગાઉ માવઠું થતા જગતના તાતને જુવાર, બાજરી, ગવાર, મગ, મઠ જેવા પાકોમાં લાખોનું નુકશાન થયું હતું. સાથે દિવેલાના પાકનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. ધ્રેચાણા ગામના ખેડૂતોનો પાકમાં મોટી સંખ્યામાં ઈયળોએ પ્રવેશ કરી ઉભા મોલને કાતરી મૂક્યો છે. અહીંના એક ખેડૂત હરજીભાઈ પ્રેમાભાઈ ચૌધરીના ખેતરમાં 40 વિધા ઉપરાંત દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેમના ખેતરમાં ઈયળોનું ભારે વાવાઝોડું આવતાં 7 વિઘાથી વધુ દિવેલાનામાં ઈયળોની ઘૂંસ થતાં નષ્ટ થઈ જવા પામ્યો છે. આથી ગામના ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા.

સંકટ@ખેડૂતઃ સુઈગામમાં ઈયળોએ પાક કોતરી ખાધો, પાડોશી તાલુકામાં ભય

ખેડૂત આલમ ઉપર કુદરત રૂઠી હોય તેમ 2017માં ભયંકર પુરના કારણે મોઢે આવેલો કોળીઓ છીનવાયો અને મહેનત પાણીમાં ગરકાવ બની. 2018માં નહિવત વરસાદના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ બની અને 2019માં સપ્રમાણ વરસાદની ખુશી ઉપર મહા વાવાઝોડાનું સંકટ આવી પડ્યું. અને હવે ખેડૂતને બરબાદ કરવામાં બાકી રહેતું હોય તેમ ઈયળોના પગપેસારાથી જગતના તાતની કમર તોડી નાખી છે. બીજી તરફ આ ઈયળો વાવ સુઇગામ ભાભર તાલુકામાં પ્રવેશ કરે તે પહેલાં પાળ બાંધવાની ખેડૂતો જહેમતમાં લાગ્યા છે.

આમ, થાકેલા ખેડૂતો કુદરતને આજીજી કરી રહ્યા છે કે, પ્રભુ હવે તો ખમ્યાં કરી જા! અમારી કાળી મજૂરી, પશુધન, બાળ બચ્ચાં આ ધરતી જોડાયેલા છે. હવે ખમૈયા નહી કરો તો ગુજરાન ચલાવવું ભારે પડી જશે તેથી હવે થોભી જા.