વેવાણ-વેવાઈના પ્રેમ પ્રકરણમાં વેવાણ પોલીસ સ્ટેશને હાજર થતાં લોકોના ટોળા ઉમટ્યા

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં લગ્ન પહેલા વરરાજા અને વહુના માતા-પિતા ભાગી ગયા હોવાની ઘટના બની હતી. જેના કારણે લગ્નના બંધને બંધાવવા જઈ રહેલા વર-વધુનો સંબંધ તૂટી ગયો હતો. ત્યારે હવે આજે વિજલપોર પોલીસ સ્ટેશનમાં વેવાણ હાજર થઇ છે. વેવાણે પોલીસ સ્ટેશન હાજર થતાં પોલીસે તેમના પતિ અને પરિવારને આ મામલે જાણ કરી હતી. વેવાણે પોલીસ
 
વેવાણ-વેવાઈના પ્રેમ પ્રકરણમાં વેવાણ પોલીસ સ્ટેશને હાજર થતાં લોકોના ટોળા ઉમટ્યા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં લગ્ન પહેલા વરરાજા અને વહુના માતા-પિતા ભાગી ગયા હોવાની ઘટના બની હતી. જેના કારણે લગ્નના બંધને બંધાવવા જઈ રહેલા વર-વધુનો સંબંધ તૂટી ગયો હતો. ત્યારે હવે આજે વિજલપોર પોલીસ સ્ટેશનમાં વેવાણ હાજર થઇ છે. વેવાણે પોલીસ સ્ટેશન હાજર થતાં પોલીસે તેમના પતિ અને પરિવારને આ મામલે જાણ કરી હતી. વેવાણે પોલીસ સ્ટેશનમાં આપેલા નિવેદન અનુસાર, આ ઘટના બની તે અમારી ભુલ છે તેવું કહ્યું હતું. વેવાણે પોલીસને કહ્યું હતું કે, હું અને વેવાઈ બંનેના પ્રેમ પ્રકરણમાં સમજૂતીથી અમે છૂટા થયા છે અને હું પોલીસ સ્ટેશન હાજર થઈ ગઈ છું.

વેવાણ-વેવાઈના પ્રેમ પ્રકરણમાં વેવાણ પોલીસ સ્ટેશને હાજર થતાં લોકોના ટોળા ઉમટ્યા
file photo

વેવાણ તો પોલીસ સ્ટેશન હાજર થઈ ગયા પરંતુ વેવાણના પતિએ તેમને અપનાવવાનો ઈનકાર કરી દીધો છે તેવું જાણવા મળ્યું હતું. મહત્વની વાત એ છે કે, કોઈ સેલિબ્રિટી આવી હોય અને ઉત્સાહિત લોકો તેને જોવા ઉમટે તેમ વેવાણને જોવા માટે લોકોના ટોળાં પોલીસ સ્ટેશને જોવા મળ્યાં હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગ મામલે ફોટા વાયરલ થયા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, વેવાઈ અને વેવાણ ભાગી ગયા. આ મામલો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો કે હજુ પણ ધૂમમચાવી રહ્યો છે. આગામી 14 ફેબ્રુઆરીએ છોકરા-છોકરીના લગ્ન થવાના હતા. પરંતુ બંનેના માતા-પિતા એટલે કે વેવાઈ-વેવાણ ભાગી જતા બંને પરિવારોએ લગ્નનો ઈન્કાર કરી દીધો છે. ત્યારે હવે આ વેવાણને તેના પતિએ સ્વીકારવાનો ઇન્કાર કરતા વેવાણના માતાપિતા પોતાની દીકરીને લેવા પહોંચ્યા છે.