ક્રુરતાઃ માતાએ પુત્રને પેટીપલંગમાં પુરી પ્રેમી સાથે ભાગી ગઇ, અંતે કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક પંજાબના ચંદીગઢમાં બુરેલ સ્થિત એક ઘરમાંથી સોમવારે પેટીપલંગની અંદરથી અઢી વર્ષના એક બાળકનું શબ મળ્યું છે. પોલીસ મુજબ, બાળકના પિતાએ પોતાની પત્ની પર બાળકને પેટીપલંગમાં કેદ કરીને પ્રેમી સાથે ભાગવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ સ્ટેશનમાં મહિલાની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો દશરથ કુમારે
 
ક્રુરતાઃ માતાએ પુત્રને પેટીપલંગમાં પુરી પ્રેમી સાથે ભાગી ગઇ, અંતે કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

પંજાબના ચંદીગઢમાં બુરેલ સ્થિત એક ઘરમાંથી સોમવારે પેટીપલંગની અંદરથી અઢી વર્ષના એક બાળકનું શબ મળ્યું છે. પોલીસ મુજબ, બાળકના પિતાએ પોતાની પત્ની પર બાળકને પેટીપલંગમાં કેદ કરીને પ્રેમી સાથે ભાગવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ સ્ટેશનમાં મહિલાની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દશરથ કુમારે પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છે કે જ્યારે તે રવિવાર સાંજે કામથી પરત ફર્યો તો ઘરે તેની પત્ની અને દીકરો દિવ્યાંશુ નહોતા. દશરથે જણાવ્યું કે તેને શરૂઆતમાં લાગ્યું કે તેની પત્ની દીકરાને લઈને પિયર ગઈ છે. તેણે પત્નીને ફોન કર્યો તો તેણે કથિત રીતે જણાવ્યું કે દીકરો પેટીપલંગની અંદર કેદ છે. બાદમાં જ્યારે તેણે પેટીપલંગ ખોલ્યો તો ત્યાં તેને પોતાના દીકરાનું શબ મળ્યું.

દિવ્યાંશુના મોંમાં એક કપડું ભરાવેલું હતું. પોલીસે જણાવ્યું કે દશરથે પત્ની પર બાળકને મારી પ્રેમી સાથે ભાગવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, સેક્ટર-34ના પોલીસ સ્ટેશનમાં મહિલાની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાને શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને મામલાની તપાસ ચાલી રહી છે.