સંસ્કૃતિઃ જાપાનીઝ યુગલ લગ્ન કરવા ગુજરાત આવ્યું, બળદ ગાડામાં નીકળી જાન

અટલ સમાચાર, ડેસ્ક ભારતની આપણી ભવ્ય સંસ્કૃતિ અને આધ્યત્મિક પરંપરાને ભૂલીને આપણી યુવાપેઢી આજે પાશ્ચાત્ય દેશોનુ આંધળુ અનુકરણ કરતી જોવા મળી રહી છે. બીજી તરફ જે દેશને અન્ય દેશો વિકાસનો પર્યાય ગણે છે, તે જાપાન દેશની યુવાપેઢી આપણા આધ્યત્મિક જગત અને રીતિરિવાજ પ્રત્યે કેટલું સન્માન ધરાવે છે તેનો એક પુરાવો સામે આવ્યો છે. જાપાનના એક
 
સંસ્કૃતિઃ જાપાનીઝ યુગલ લગ્ન કરવા ગુજરાત આવ્યું, બળદ ગાડામાં નીકળી જાન

અટલ સમાચાર, ડેસ્ક

ભારતની આપણી ભવ્ય સંસ્કૃતિ અને આધ્યત્મિક પરંપરાને ભૂલીને આપણી યુવાપેઢી આજે પાશ્ચાત્ય દેશોનુ આંધળુ અનુકરણ કરતી જોવા મળી રહી છે. બીજી તરફ જે દેશને અન્ય દેશો વિકાસનો પર્યાય ગણે છે, તે જાપાન દેશની યુવાપેઢી આપણા આધ્યત્મિક જગત અને રીતિરિવાજ પ્રત્યે કેટલું સન્માન ધરાવે છે તેનો એક પુરાવો સામે આવ્યો છે. જાપાનના એક યુગલે પોરબંદર ખાતે આવેલ “આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ”મા વૈદિક પરંપરાથી પોતાના લગ્ન કર્યા હતા તેઓએ ભારતીય પરંપરા મુજબ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માડ્યા હતા.

આજના આધુનિક યુગમાં ભારત દેશના યુગલો પણ આપણી વૈદિક પરંપરાને ભૂલીને કોર્ટ મેરેજ કરવાનું પસંદ કરે છે. ભારતીય પરંપરા મુજબના લગ્નોમાં પણ કેટલાક વિદેશી રીતરિવાજો અપનાવવામાં આવે છે, ત્યારે પોરબંદરમાં કુછડી ગામ નજીક આવેલ “આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ” ખાતે આજે એક જાપાની યુગલે ભારતીય વૈદિક સંસ્કૃતિ મુજબ લગ્ન કરી પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રના સ્વામિની નિગ્માનંદા સરસ્વતી અને સ્વામીની નીતકલ્યાણનંદા દ્વારા ભગવદગીતા અને વૈદિક સ્ત્રોત અને વૈદિક સંસ્કારોનું અધ્યયન લોકોને કરાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જાપાનીઝ ગુરુભાઈ સ્વામી ચેતનાનંદ સરસ્વતી જાપાનમાં રહેતા યુવાનો સહિત અનેક લોકોને ભારતીય વૈદિક જ્ઞાનનું ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. ચિઓરા નામની જાપાનીઝ યુવતી જાપાનમાં ભાગવત ગીતાનુ જ્ઞાન લઈ રહી હતી અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હોવાથી તેઓએ ભારતીય પરંપરા મુજબની વૈદિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી અને તેના મિત્ર કઝુયને આ બાબતે સમજાવતા તે પણ આ લગ્ન કરવા માટે રાજી થઈ ગયો હતો. આ બંન્ને જાપાની યુવક યુવતીએ જે રીતે ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા છે તેનાથી આપણા ભારતીય યુવાપેઢીએ પણ સમજવું જોઈએ કે આપણી પરંપરા કેટલી મહાન છે.

સંસ્કૃતિઃ જાપાનીઝ યુગલ લગ્ન કરવા ગુજરાત આવ્યું, બળદ ગાડામાં નીકળી જાન
file photo

ઢોલ નગારા સાથે ગાડામાં જાન આવી હતી. જેમાં જાપાનીઝ યુવતીઓ અને સ્થાનિક લોકો ગાડામાં બેસીને લગ્ન મંડપ સ્થળે પહોંચ્યા હતા. આ ભારતીય પરંપરા મુજબ લગ્ન કરવા અંગે આ બંન્ને વર કન્યાએ એવું જણાવ્યું હતુ કે, આ વિધિ વિધાન ખુબ જ મહાન છે. જાણે કે કોઈ તહેવાર હોય તેમ બધા લોકોને સાથે જોડે છે. તો આ વિવાહમાં યુવતીના સાચા માતા પિતા જાપાન હોવાથી અહીના સ્થાનિક દપંતીએ આ યુવતીનુ કન્યાદાન કર્યું હતું. જેઓએ કન્યાદાન કરવાનુ તેમને સદ્દભાગ્ય મળતા ખુશી વ્યકત કરી હતી. તો સાથે જ આ અનોખા લગ્ન કરાવનાર શાસ્ત્રીજી હોય કે પછી કન્યાની જાપાની મહિલા મિત્રો અને આ લગ્નને નિહાળનાર સ્થાનિકો તમામ લોકોએ આ વૈદિક વિવાહને બિરદાવ્યા હતા.