વિચિત્ર@ગુજરાત: બંધ થયેલી નોટોની ડિલીવરી, કોંગ્રેસ નેતાએ નોંધાવી ફરિયાદ

અટલ સમાચાર,અમદાવાદ નોટબંધી બાદ જૂની ચલણી નોટોને લઇ નવો વિવાદ સામે આવ્યો હોવાથી કોંગ્રેસના હેમાંગ રાવલે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ચાઇનાની ઓનલાઇન કંપની દ્રારા દેશમાં બંધ કરાયેલી પ્રતિબંધિત જૂની 500 અને 1000ની ચલણી નોટોની ઘરે ડીલીવરી મળે તેવી ગેરકાયદેસર વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવી પોલીસ ફરીયાદ નોંધાવી છે. દેશભરમાં અવિચારી નોટબંધી વખતે ૧૦૦થી વધુ લોકોના
 
વિચિત્ર@ગુજરાત: બંધ થયેલી નોટોની ડિલીવરી, કોંગ્રેસ નેતાએ નોંધાવી ફરિયાદ

અટલ સમાચાર,અમદાવાદ

નોટબંધી બાદ જૂની ચલણી નોટોને લઇ નવો વિવાદ સામે આવ્યો હોવાથી કોંગ્રેસના હેમાંગ રાવલે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ચાઇનાની ઓનલાઇન કંપની દ્રારા દેશમાં બંધ કરાયેલી પ્રતિબંધિત જૂની 500 અને 1000ની ચલણી નોટોની ઘરે ડીલીવરી મળે તેવી ગેરકાયદેસર વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવી પોલીસ ફરીયાદ નોંધાવી છે. દેશભરમાં અવિચારી નોટબંધી વખતે ૧૦૦થી વધુ લોકોના મોત નિપજ્યા હોવા છતાં આ પ્રકારે ચલણી નોટોની ગેરકાયદેસર હેરાફેરી સામે કોંગ્રેસના પ્રતિનિધિ રોષે ભરાયા છે.

વિચિત્ર@ગુજરાત: બંધ થયેલી નોટોની ડિલીવરી, કોંગ્રેસ નેતાએ નોંધાવી ફરિયાદ

દેશભરમાં નોટબંધી બાદ પણ બંધ કરાયેલી ચલણી નોટોની હેરાફેરી ચાલુ હોવાનું સાયબર ક્રાઈમ માં ફરિયાદ થી સામે આવ્યું છે. ચાઇનાની ઓનલાઇન કંપની ક્લબ ફેકટરી (ClubFactory) દ્વારા જાહેરમાં પ્રતિબંધિત નોટો ઘેર ડિલિવરી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હોવાની ફરિયાદ કોંગ્રેસના હેમાંગ રાવલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરેલ છે.

વિચિત્ર@ગુજરાત: બંધ થયેલી નોટોની ડિલીવરી, કોંગ્રેસ નેતાએ નોંધાવી ફરિયાદ

સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશભરમાં બંધ કરાયેલી જૂની 500 અને 1000ની નોટોનો પ્રતિબંધ હોવા છતાં ક્લબ ફેકટરી (ClubFactory) નામની વેબસાઇટ દ્વારા જાહેરમાં ઘેર ડિલિવરી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે જે બિલકુલ ગેરકાયદેસર છે. આ પ્રકાર ના અપરાધીઓને પકડીને દેશ હિતમાં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કોંગ્રેસ સમિતિના સોશીયલ મીડિયા ડિપાર્ટમેન્ટના હેમાંગ રાવલે કરી છે.