લાંચ@પાલનપુર: રેલ્વેના નુકશાનમાં તોડ કરતો કર્મચારી 20 હજાર લેતાં ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં એસીબીની બેટિંગ યથાવત છે ત્યારે કેન્દ્ર સરકારનો કર્મચારી ઝડપાઇ ગયો છે. રેલ્વેના ફાટકને નુકશાન કરનાર ઇસમ સામે ફરીયાદ નહિ કરવા 20 હજારની લાંચ માંગી હતી. ઇસમ લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી એસીબી ટીમે ગોઠવેલા છટકામાં RPFનો કર્મચારી આબાદ ઝડપાઇ ગયો છે. રેલ્વેનાં કોન્ટ્રાક્ટરના કપચી ભરેલા ડમ્પરથી રિવર્સ લેતાં ફાટકના વીજપોલને
 
લાંચ@પાલનપુર: રેલ્વેના નુકશાનમાં તોડ કરતો કર્મચારી 20 હજાર લેતાં ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં એસીબીની બેટિંગ યથાવત છે ત્યારે કેન્દ્ર સરકારનો કર્મચારી ઝડપાઇ ગયો છે. રેલ્વેના ફાટકને નુકશાન કરનાર ઇસમ સામે ફરીયાદ નહિ કરવા 20 હજારની લાંચ માંગી હતી. ઇસમ લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી એસીબી ટીમે ગોઠવેલા છટકામાં RPFનો કર્મચારી આબાદ ઝડપાઇ ગયો છે.

રેલ્વેનાં કોન્ટ્રાક્ટરના કપચી ભરેલા ડમ્પરથી રિવર્સ લેતાં ફાટકના વીજપોલને નુકસાન થયું હતું. આથી RPFના કોન્સ્ટેબલ શબ્બીરઅલી અકબરઅલીએ ફરીયાદીનો સંપર્ક કરી ફરીયાદ દાખલ થશે તેવું કહ્યું હતું. જો ફરીયાદ ના દાખલ કરાવવી હોય તો વ્યવહાર પેટે રૂપીયા 50,000ની માંગણી કરી હતી.

આથી રકઝક કરતાં રૂપીયા 20,000 આપવાનુ નક્કી કર્યું હતું. જોકે ફરીયાદી લાંચની રકમ આપવા ના માંગતા હોઈ એ.સી બી.નો સંપર્ક કર્યો હતો. જેમાં એસીબીએ છટકાનું આયોજન કરતાં પાલનપુરની અમનપાર્ક સોસાયટી નજીક RPF કોન્સ્ટેબલ શબ્બીરઅલી આક્ષેપીત લાંચની રકમ રૂપિયા 20,000 લેતાં રંગેહાથ પકડાઈ જતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે.