દાહોદઃ 7 સંતાનોની માતા 5 બાળકોના પિતા સાથે ભાગી જતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં પ્રેમમાં પડ્યા બાદ 7 સંતાનોની માતા અને 5 સંતાનોના પિતા ઘર છોડીને ભાગી ગયા છે. પરિણીત પ્રેમી અને પ્રેમિકા 12 સંતાનોને ઘરે મુકીને ભાગી જતા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પતિએ પત્નીને પરત મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે. પરિણીત પ્રેમી પ્રેમિકા ભાગી
 
દાહોદઃ 7 સંતાનોની માતા 5 બાળકોના પિતા સાથે ભાગી જતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં પ્રેમમાં પડ્યા બાદ 7 સંતાનોની માતા અને 5 સંતાનોના પિતા ઘર છોડીને ભાગી ગયા છે. પરિણીત પ્રેમી અને પ્રેમિકા 12 સંતાનોને ઘરે મુકીને ભાગી જતા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પતિએ પત્નીને પરત મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે. પરિણીત પ્રેમી પ્રેમિકા ભાગી જતા બે પરિવાર પિંખાઇ ગયા એક તરફ 7 સંતાનોની માતા ઘર છોડીને જતી રહેલા પિતા નરેશ તેના બાળકોને સાચવી રહ્યો છે અને બીજી તરફ 5 સંતાનોનો પિતા પરિવારને રામભરોસે છોડી દેતા હવે માતા તેના 5 સંતાનોને લઇને પિયરઓના સહારે જીવી રહી છે.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં રહેતા નરેશના લગ્ન રમીલા(નામો બદલ્યું છે) સાથે 20 વર્ષ પહેલા સમાજના રિતી-રિવાજ પ્રમાણે થયા હતા. આ દરમિયાન તેઓ 2 પુત્ર અને 5 પુત્રીના પિતા બન્યા હતા. જોકે આધેડ અવસ્થામાં પહોંચી ગયેલી 7 સંતાનોની માતા રમીલાને તેની બાજુના ગામમાં રહેતા 5 સંતાનોના પિતા મહેશ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેને પગલે નરેશ અને રમીલાના 20 વર્ષના સુખી સંસારમાં ભંગાણ પડ્યું હતું. 15 દિવસ પહેલા મહેશ અને રમીલા ઘરેથી ભાગી ગયા હતા. જેથી બંને પરિવારોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બંને ન મળી આવતા પતિએ પત્નીને પાછી મેળવવા માટે પોલીસની મદદ લીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાજેતરમાં જ સુરતમાં પરિણીત મોટાભાઈ અને તેમના જ નાનાભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા ભાગી ગયા હતા. જેમાં મોટાભાઈના પત્ની અને નાના બાળકો હાલ cc ગયા છે. મોટાભાઈના પત્નીએ સુરત પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં પોતાના પતિની કરતૂતો છતી કરી હતી. પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ મને વારંવાર મારતા હતા. સાથે જ જુગાર પણ રમતા અને રમાડતા હતા અને ચોરી છુપે દારૂ પણ વેચતા હતા. પરિણીતાએ પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપી છે અને ન્યાયની માંગ કરી છે.