દાહોદ: પતિ-પત્નિ અને 4 બાળકોના હત્યારાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક દહોદના સંજેલી તાલુકાનાં તરકડા મહુડી ગામમાં રહેતાં 40 વર્ષનાં ભરતભાઇ કડકિયાભાઇ પલાસ ખેતીકામ કરતાં હતાં. તેમની સાથે પત્ની સમીબેન સાથે ચાર બાળકો તેમાં સૌથી મોટી 12 વર્ષની દીકરી દીપીકા,10 વર્ષનો પૂત્ર હેમરાજ, 8 વર્ષનો દીપેશ અને છ વર્ષનો રવિ રહેતા હતાં. રાત્રે જમ્યા બાદ તેઓ સૂઇ ગયા હતાં તે દરમિયાન પરિવારનાં આ
 
દાહોદ: પતિ-પત્નિ અને 4 બાળકોના હત્યારાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

દહોદના સંજેલી તાલુકાનાં તરકડા મહુડી ગામમાં રહેતાં 40 વર્ષનાં ભરતભાઇ કડકિયાભાઇ પલાસ ખેતીકામ કરતાં હતાં. તેમની સાથે પત્ની સમીબેન સાથે ચાર બાળકો તેમાં સૌથી મોટી 12 વર્ષની દીકરી દીપીકા,10 વર્ષનો પૂત્ર હેમરાજ, 8 વર્ષનો દીપેશ અને છ વર્ષનો રવિ રહેતા હતાં. રાત્રે જમ્યા બાદ તેઓ સૂઇ ગયા હતાં તે દરમિયાન પરિવારનાં આ છ સભ્યોની અજાણ્યા હત્યારાએ ગળા કાપીને ઘાતકી હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

જ્યારે બીજી તરફ મોરબીના રફાળેશ્વર ફાટક પરથી શુક્રવારે સવારે વાંકેનેર મોરબી ડેમુ ટ્રેન પસાર થતી હતી. ત્યારે એક યુવકે ટ્રેન નીચે આવીને આત્મહત્યા કરી હતી. આ યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મોરબી પોલીસે તપાસ કરતા મૃતકનાં ખિસ્સામાંથી પલાસ વિક્રમ ચુનિલાલ રહે, તરકડા મહુડી,તા. સંજેલી, જી. દાહોદ લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. આ સાથે એસટીની એક ટિકિટ પણ મળી આવી હતી. આત્મહત્યા કરનાર પલાસ વિક્રમ ચુનિલાલ જ આ હત્યાકાંડને અંજામ આપ્યો હોવાની શક્યતા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આ હત્યાઓ બાદ ગામ લોકોમાં એક ચર્ચા શરૂ થઇ રહી છે કે 40 વર્ષનો વિક્રમ કોઇ મજૂરી કામ કરતો ન હતો તો તે કેમ બહારગામ ગયો હતો. વિક્રમ એક વૃદ્ધ માતા સાથે ઘરમાં રહેતો હતો. તેની માતા પણ પીયિર ગઇ હતી, ઘરમાં ન હતી. હાલ પોલીસ હત્યા કે આત્મહત્યા બંન્ને અંગે તપાસ કરી રહી છે. આ લોકોનાં પોસ્ટમોર્ટનાં રિપોર્ટ આવે પછી જ કંઇ ઘટસ્ફોટ થઇ શકે છે.