દાહોદઃ હાઇવે સુરક્ષિત બનાવવા પોલીસ અત્યાધુનિક બાઈક સાથે નાઇટ પેટ્રોલીંગ કરશે

અટલ સમાચાર, ડેસ્ક હાઇવે પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી વધુ ચુસ્ત બનાવવા દસ અત્યાધુનિક બાઇકોને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. દાહોદના હાઇવે પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી હવે વધુ ચુસ્ત બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે ખંગેલા ચેક પોસ્ટ ખાતેથી 10 નવી અત્યાધુનિક બાઇકોને લીલી ઝંડી આપી છે. આ ઉપરાંત
 
દાહોદઃ હાઇવે સુરક્ષિત બનાવવા પોલીસ અત્યાધુનિક બાઈક સાથે નાઇટ પેટ્રોલીંગ કરશે

અટલ સમાચાર, ડેસ્ક

હાઇવે પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી વધુ ચુસ્ત બનાવવા દસ અત્યાધુનિક બાઇકોને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. દાહોદના હાઇવે પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી હવે વધુ ચુસ્ત બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે ખંગેલા ચેક પોસ્ટ ખાતેથી 10 નવી અત્યાધુનિક બાઇકોને લીલી ઝંડી આપી છે. આ ઉપરાંત પાંચ બાઇકો દાહોદ શહેરની સુરક્ષા વધુ

જિલ્લા પોલીસ દ્વારા દાહોદ ઇન્દોર હાઇવે પરનો સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યો છે. પરિણામે હાઇવે પરની ચોરી-લૂટફાંટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હાઇવે પર નવ પોલીસ સહાયતા કેન્દ્ર પર પોલીસકર્મી ચોવીસે કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. રાતે પસાર થતાં મુસાફરોને કોઇ પણ પ્રકારની સહાય અને સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાત્રી દરમિયાન પોલીસની ૧૦ ગાડીઓ સતત પેટ્રોલીગ દ્વારા હાઇવે પર બાજ નજર રાખે છે. ત્યારે અત્યાધુનિક ૧૦ બાઇકો સાથે હાઇ વે પરની સુરક્ષાને વધુ સઘન બનાવવામાં આવી છે. કલેક્ટરગ્રાંન્ટની ફાળવણી કરી હતી. પંચમહાલ પોલીસ રેન્જ આઇ.જી. એમ.એસ. ભરાડાએ હાઇ વે પરની સુરક્ષાને અગત્યની પ્રાથમિકતા ગણી પ્રાધાન્ય આપવા જણાવ્યું છે. ભવિષ્યમાં હાઇવે પરની સુરક્ષા હજુ પણ વધુ અત્યાધુનિક સાધનો સાથે સજજ કરવામાં આવશે. હાઇવે પર મદદ માટે કોઇ પણ નાગરિક હેલ્પ લાઇન નં. ૮૭૮૦૩૯૦૩૯૭ નંબર પણ કાર્યરત કરવામાં આવ્યો છે.