ડેરી@મહેસાણા: દૂધસાગરના પૂર્વ એમડી બક્ષીના ફરીથી રીમાન્ડ, 2 દિવસ કડક પુછપરછ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા દૂધસાગર ડેરીમાં કથિત કૌભાંડ મામલે પૂર્વ એમડીના રીમાન્ડ પુર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં સીઆઇડી ક્રાઇમની ટીમે નિશીત બક્ષીના વધુ 7 દિવસના રીમાન્ડ માંગ્યા હતા. જોકે સેશન્સ કોર્ટે પૂર્વ એમડીના 23 ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કર્યા હોવાનુ સામે આવ્યુ છે. નોંધનિય છે કે, પહેલેથી ઘીમાં મિલાવટ કેસમાં જેલમાં
 
ડેરી@મહેસાણા: દૂધસાગરના પૂર્વ એમડી બક્ષીના ફરીથી રીમાન્ડ, 2 દિવસ કડક પુછપરછ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

દૂધસાગર ડેરીમાં કથિત કૌભાંડ મામલે પૂર્વ એમડીના રીમાન્ડ પુર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં સીઆઇડી ક્રાઇમની ટીમે નિશીત બક્ષીના વધુ 7 દિવસના રીમાન્ડ માંગ્યા હતા. જોકે સેશન્સ કોર્ટે પૂર્વ એમડીના 23 ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કર્યા હોવાનુ સામે આવ્યુ છે. નોંધનિય છે કે, પહેલેથી ઘીમાં મિલાવટ કેસમાં જેલમાં બંધ નિશીત બક્ષીની સીઆઇડી ક્રાઇમની ટીમે ગત દિવસોએ બોનસ પગાર કેસમાં ઘરપકડ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ એમડી નિશીત બક્ષીના કોર્ટે 23 ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. અગાઉ બનાવટી ઘી કેસમાં ડેરીના પુર્વ એમડી અને પૂર્વ વાઇસ ચેરમેનની અટકાયત કરવામાં આવી હતી. જે બાદમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કથિત સાગરદાણ મામલે ઘરપકડ કરાઇ હતી. આ તરફ હવે સાગરદાણના પૈસા આપવામાં બોનસ પગારની વાત વચ્ચે સીઆઇડી ક્રાઇમે વાઇસ ચેરમેન અને પૂર્વ એમડીની જેલમાંથી જ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી.

ડેરી@મહેસાણા: દૂધસાગરના પૂર્વ એમડી બક્ષીના ફરીથી રીમાન્ડ, 2 દિવસ કડક પુછપરછ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલાં દિગ્ગજો ડેરીની સત્તા હાંસલ કરવા મેદાને પડ્યા છે. આ તરફ આજે સીઆઇડી ક્રાઇમે પૂર્વ એમડી નિશીત બક્ષીના અગાઉના રીમાન્ડ પુર્ણ થતાં કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સીઆઇડી ક્રાઇમે વધુ 7 દિવસના રીમાન્ડ માંગતાં સેશન્સ કોર્ટે 23 ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે.