ખતરો@દેશઃ ચીન યુધ્ધની તૈયારીઓમાં લાગ્યું, તોપો સેટેલાઇટમાં દેખાઇ

અટલ સમાચાર, ડેસ્ક પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે Line of Actual Control-LACની આસપાસ ચીનઅને ભારતીય સેનાની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણની વચ્ચે કેટલીક સેટેલાઇટ તસવીરો થી સ્પષ્ટ થઈ જાય છે કે ચીન આ વખતે ભારત સાથે યુદ્ધની તૈયારીમાં લાગી ગયું છે. સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ થઈ ગયું
 
ખતરો@દેશઃ ચીન યુધ્ધની તૈયારીઓમાં લાગ્યું, તોપો સેટેલાઇટમાં દેખાઇ

અટલ સમાચાર, ડેસ્ક

પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે Line of Actual Control-LACની આસપાસ ચીનઅને ભારતીય સેનાની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણની વચ્ચે કેટલીક સેટેલાઇટ તસવીરો થી સ્પષ્ટ થઈ જાય છે કે ચીન આ વખતે ભારત સાથે યુદ્ધની તૈયારીમાં લાગી ગયું છે. સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ચીન બોર્ડર પર સેનાની તૈનાતી વધુ મજબૂત કરી રહ્યું છે. આ વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં સુરક્ષા દળ, હેલીપેડ, તોપો, પાવર પ્લાન્ટ યૂનિટ, પીએલએ કેમ્પ અને મોટા ટ્રક જોવા મળ્યા છે. નિયંત્રણ રેખા પર ચીન બંકર તૈયાર કરી રહ્યું છે અને જમીનની અંદર મશીન ગન લગાવતા જોવા મળી રહ્યા છે. સૂત્રો મુજબ ચીનની આ તૈયારીઓથી તેમના ઉદ્દેશ્યો જાણી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાન મુજબ, સરહદ પર સ્થિતિ હાલમાં સ્થિર છે અને બધું કન્ટ્રોલમાં છે.
ચીનન તરફથી સતત સરહદ પર વધી રહેલા ગતિરોધને જોતાં ભારતે પણ નિર્ણય કર્યો છે કે તે રોડ નિર્માણનું કાર્ય હવે નહીં રોકાય અને ભારત પણ નિયંત્રણ રેખા પર એટલા જ સૈન્ય દળ તૈનાત કરશે, જેટલી ચીન કરી રહ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં એ સ્પષ્ટ થાય છે કે ચીને નગરી-ગુંસા એરબેઝ પર ફાઇટર પ્લેનોનું પરિચાલન તેજ કરી દીધું છે. એટલું જ નહીં હાલના દિવસોમાં અહીં અનેક ફાઇટર પ્લેનોનું લેન્ડિંગ પણ થઈ ચૂક્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતને ડરાવવા અને સરહદ પર પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે ચીન આ ફાઇટર પ્લેનોનો ઉપયોગ કરી રહ્યું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભારત અને ચીનની વચ્ચે બોર્ડર પર તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ચીન આર્મી દ્વારા લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર 2,000થી 2,500 સૈનિક તૈનાત કર્યા બાદ ભારતીય સેના પણ ત્યાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહી છે. મળતા રિપોર્ટ મુજબ, ભારતીય સેના આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ પોતાની ઉપસ્થિતિ વધારી રહી છે, જેથી પીપલ્સ લિબરેશન આર્મી અન્ય ક્ષેત્રોમાં અતિક્રમણનો પ્રયાસ ન કરે. નોંધનીય છે કે, ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેનું આ સૌથી મોટું ફેસ-ઓફ હોઈ શકે છે.