જોખમ@ખેડબ્રહ્માઃ મોત સાથે પેસેન્જરોની સફરના દ્રશ્યોએ હચમચાવી મુક્યા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાના મુસાફરોને લાંબી કે ટુંકી મુસાફરી કરવી હોય તો મોત સાથે લઈને કરવી પડતી હોય છે. નિયમો વિરુદ્ધ જઈ ખાનગી વાહનોનોમાં હવાને પણ ગુંગણામણ થાય તેમ મુસાફર એવા માનવીને ઠોંસી-ઠોંસી સફર કરાવાઈ રહી છે. વાહનનું બોનેટથી લઈ છાપરા ઉપર માનવી લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યો છે. આમ જનતામાં ભારે
 
જોખમ@ખેડબ્રહ્માઃ મોત સાથે પેસેન્જરોની સફરના દ્રશ્યોએ હચમચાવી મુક્યા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના મુસાફરોને લાંબી કે ટુંકી મુસાફરી કરવી હોય તો મોત સાથે લઈને કરવી પડતી હોય છે. નિયમો વિરુદ્ધ જઈ ખાનગી વાહનોનોમાં હવાને પણ ગુંગણામણ થાય તેમ મુસાફર એવા માનવીને ઠોંસી-ઠોંસી સફર કરાવાઈ રહી છે. વાહનનું બોનેટથી લઈ છાપરા ઉપર માનવી લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યો છે. આમ જનતામાં ભારે નારાજગી પેદા ઉભી થઈ છે. જે સાથે હપ્તાખોરીના કારણે બેરોકટોક ખાનગી વાહનોમાં આમ થઈ રહ્યાનું સ્થાનિકોમાં ચર્ચાઓ વેગવાન બની છે.

Video:

સાબરકાંઠા તાલુકાના ખેડબ્રહ્મા તાલુકામાં અનેક વખત અકસ્માતની દુર્ઘટનાઓ સામે આવી છે. જોખમી મુસાફરીને કારણે મૃત્યુઆંકની ઘટનાઓના બનાવો સામે આવ્યા છતાં અંકુશ રાખવાની જગ્યાએ જોખમકારક મુસાફરીની તસ્વીરો જોવા મળી રહી છે. તાલુકામાં છાશવારે અકસ્માતના બનાવ પણ બની રહ્યા છે. અહીંના ખેડબ્રહ્મા-ખેરોજ-વડાલી હાઈવે પરના દ્રશ્યો જોવા જઈએ તો મોટા ભાગની ગાડીઓ નિયમો વિરુદ્ધ ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરી સફર થઈ રહી છે. આવા ખાનગી વાહનચાલકો કાયદાના ડર વિના મોતની સવારી કરાવી પ્રજા પાસે પૈસા વસુલ કરી રહ્યા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સ્થાનીકોમાં એક ચર્ચા એવી પણ સાંભળવા મળી રહી છે કે, ખાનગી ગાડીઓવાળા માસીક મસમોટી રકમ હપ્તા પેટે ચુકવતા હોવાથી ખુલ્લી છૂટ મળી રહી છે? ટ્રાફીક નિયમનના નામે તંત્ર આમ નાગરિકો પાસે હેલ્મેટ, પી.યુ.સી., વીમાના નામે દંડ સ્વરૂપે વસુલાત કરે છે. પરંતુ યાત્રીઓની જોખમકારક મુસાફરી સરાજાહેર થઈ રહી હોવાછતાં કેમ કોઈ પગલાં ભરાતાં નથી તે એક યક્ષપ્રશ્ન બન્યો છે. હચમચાવી મુકતા દ્રશ્યોથી ફરજ પર જવાબદાર કર્મચારીઓની હાજરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જોકે, નીતિ-નિયમો તમામ માટે સરખા હોવા જોઈએ પરંતુ તેના રખેવાળોની કામગીરી પણ શંકાશીલ હોવાથી જાહેરમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આ બાબતે જિલ્લા વડા આ બાબતે લાલ આંખ કરે તેવી જનતા આલમમાંથી માંગ ઉઠવા પામી છે.