ખતરોઃ 5 KM/સેકન્ડની ઝડપે આવી રહ્યો છે ઉલ્કા પિંડ, NASAનું અલર્ટ

અટલ સમાચાર, ડેસ્ક નાસાએ એક અલર્ગ જાહેર કરીને જણાવ્યું કે લગભગ અડધો કિલોમીટર મોટો એક ઉલ્કા પિંડ ધરતી તરફ ઝડપથી આવી રહ્યો છે. આ ઉલ્કા પિંડની ઝડપ લગભગ 5.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 11,200 માઇલ પ્રતિ કલાકની ઝડપ હોવાનું કહેવાય છે. નાસાના જણાવ્યા મુજબ, આ ઉલ્કા પિંડ અમેરિકાની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી પણ મોટો છે
 
ખતરોઃ 5 KM/સેકન્ડની ઝડપે આવી રહ્યો છે ઉલ્કા પિંડ, NASAનું અલર્ટ

અટલ સમાચાર, ડેસ્ક

નાસાએ એક અલર્ગ જાહેર કરીને જણાવ્યું કે લગભગ અડધો કિલોમીટર મોટો એક ઉલ્કા પિંડ ધરતી તરફ ઝડપથી આવી રહ્યો છે. આ ઉલ્કા પિંડની ઝડપ લગભગ 5.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 11,200 માઇલ પ્રતિ કલાકની ઝડપ હોવાનું કહેવાય છે. નાસાના જણાવ્યા મુજબ, આ ઉલ્કા પિંડ અમેરિકાની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી પણ મોટો છે અને 6 જૂને ધરતીની કક્ષામાં પ્રવેશવાની શક્યતા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાસાએ આ ઉલ્કા પિંડનું નામ રૉક-163348 (2002 NN4) રાખ્યું છે અને આશા છે કે તે ધરતીની ખૂબ નજીકથી પસાર થશે. આ ઉલ્કા પિંડની લંબાઈ 250થી 570 મીટરની વચ્ચે હોવાનું કહેવાય છે. જ્યારે તે 135 મીટર પહોળો છે. નાસાના જણાવ્યા મુજબ આ ઉલ્કા પિંડ સૂર્યની નજીકથી પસાર થઈને ધરતીની કક્ષામાં દાખલ થઈ રહ્યો છે. સેન્ટર ફોર નિયર-અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ મુજબ ગત 21 મેના રોજ પણ 1.5 કિલોમીટર મોટો ઉલ્કા પિંડ ધરતીની નજીકથી પસાર થયો હતો. આવા 2000થી વધુ ઉલ્કા પિંડ છે, જેને નાસાએ ટ્રેક કરી રાખ્યા છે. જોકે આ ઉલ્કા પિંડથી કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું અનુમાન નથી.

નાસા મુજબ, આ ઉલ્કા પિંડના ધરતી સાથે ટકરાવવાની શક્યતા 1% પણ નથી તેમ છતાંય તેની પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. નાસાના જણાવ્યા મુજબ ક્યારેક ગુરુત્વાકર્ષણના કારણે આ પ્રકારના ઉલ્કા પિંડ ધરતીના વાતાવરણમાં છેલ્લી ઘડીએ પણ પ્રવેશ કરી જાય છે. તે ધરતીની પાસે રવિવાર સવારે 8.20 વાગ્યે પસાર થશે. ધરતીની આટલી પાસેથી આટલો મોટો ઉલ્કા પિંડ હવે વર્ષ 2024માં પસાર થશે.

નેશનલ નિયર-અર્થ ઓબ્જેક્ટ સ્ટ્રેટેજી વિભાગ મુજબ, એક કિલોમીટરથી મોટો કોઈ પણ ઉલ્કા પિંડના ધરતીની કક્ષામાં દાખલ થવાની સ્થિતિમાં ચેતવણી જાહેર કરવામાં આવે છે. જો આટલો મોટો ઉલ્કા પિંડ ધરતી સાથે ટકરાય તો વિનાશ વેરાઈ શકે છે. તેના ટકરાવવાથી ભૂકંપ, સુનામી અને અનેક પ્રકારની કુદરતી આપત્તિઓ આવી શકે છે. ડાયનાસોર ધરતી પરથી લુપ્ત થવા પાછળ એક કિલોમીટર મોટા ઉલ્કા પિંડ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.