ભયજનકઃ ચીનમાં અત્યાર સુધી 80 લોકોનાં મોત, ભારતમાં કોરોના વાયરસનો પ્રવેશ

અટલ સમાચાર, ડેસ્ક ચીનના કોરોના વાયરસે અમેરિકા સહિત અનેક ડઝન દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. દુનિયાના તમામ દેશ તેનો ઉકેલ શોધવાના પ્રયાસમાં લાગી ગયા છે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે ભારતમાં કોરોના વાયરસે પ્રવેશ કરી લીધો છે. રવિવારે જયપુરમાં કોરોના વાયરસનો એક સંદિગ્ધ દર્દી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જયપુરની સરકારી હૉસ્પિટલમાં
 
ભયજનકઃ ચીનમાં અત્યાર સુધી 80 લોકોનાં મોત, ભારતમાં કોરોના વાયરસનો પ્રવેશ

અટલ સમાચાર, ડેસ્ક

ચીનના કોરોના વાયરસે અમેરિકા સહિત અનેક ડઝન દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. દુનિયાના તમામ દેશ તેનો ઉકેલ શોધવાના પ્રયાસમાં લાગી ગયા છે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે ભારતમાં કોરોના વાયરસે પ્રવેશ કરી લીધો છે. રવિવારે જયપુરમાં કોરોના વાયરસનો એક સંદિગ્ધ દર્દી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જયપુરની સરકારી હૉસ્પિટલમાં દાખલ કોરોના વાયરસથી પીડિત યુવક ચીનમાં અભ્યાસ કરતો હતો. ભારતમાં આવ્યા બાદ તેમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બીજી તરફ, ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ સવાઈ માનસિંહ મેડિકલ કૉલેજ પ્રશાસનને ચીનથી એમબીબીએસનો અભ્યાસ કરી પરત ફરેલા સ્ટુડન્ટના કોરોના વાયરસથી સંક્રમિત થવાની આશંકા પર તેમને તાત્કાલીક અલગ વોર્ડમાં રાખવા તથા તેના પૂરા પરિવારની સ્ક્રીનિંગ કરવાના નિર્દેશ આપ્યા છે. શર્માએ સંદિગ્ધ દર્દીના નમૂના તાત્કાલિક પુણે સ્થિત નેશનલ વાયરોલૉજી લેબ મોકલવાના નિર્દેશ આપ્યા છે.

સંક્રમિત થનારા લોકોની સંખ્યા 2300 પહોંચવાની આશંકા છે. હુબેઈ પ્રાંતની રાજધાની વુહાન 1.1 કરોડની વસ્તીવાળું શહેર છે અને સંક્રમણનું મુખ્ય કેન્દ્ર છે. હુબેઈના મેયરે રવિવારે જણાવ્યું હતું કે 56 લોકોનાં મોત થયા છે અને 1975 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેની સાથે શહેરમાં 1000 નવા દર્દી થવાની આશંકા છે. મેયર ઝોઉ શિયાંવાંગે જણાવ્યું કે, તેઓએ આ દાવો હૉસ્પિટલોમાં દર્દીઓનું પરીક્ષણ અને ઑબ્ઝર્વેશનમાં રાખેલા લોકોના આધારે કરવામાં આવ્યો છે.