દરોડા@ડીસા: ગાયનુ ઘી શંકાસ્પદ જણાતા ફુડ વિભાગે 297 લીટર સીલ કર્યુ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠામાં ફુડ વિભાગની દોડધામને પગલે ચીજવસ્તુઓની તપાસ વધી છે. જેમાં ડીસાના વેપારીને ત્યાં ગાયનું ઘી શંકાસ્પદ હોવાનુ જણાતા જથ્થો સીલ કરવામાં આવ્યો છે. 1,45,820ની કિંમતનું 297 લીટર ઘી સીઝ કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. ગોડાઉન પડેલો જથ્થો સીલ કર્યા બાદ અન્ય કોઇ સ્થળે છે કે કેમ ? તેની પણ તપાસ
 
દરોડા@ડીસા: ગાયનુ ઘી શંકાસ્પદ જણાતા ફુડ વિભાગે 297 લીટર સીલ કર્યુ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠામાં ફુડ વિભાગની દોડધામને પગલે ચીજવસ્તુઓની તપાસ વધી છે. જેમાં ડીસાના વેપારીને ત્યાં ગાયનું ઘી શંકાસ્પદ હોવાનુ જણાતા જથ્થો સીલ કરવામાં આવ્યો છે. 1,45,820ની કિંમતનું 297 લીટર ઘી સીઝ કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. ગોડાઉન પડેલો જથ્થો સીલ કર્યા બાદ અન્ય કોઇ સ્થળે છે કે કેમ ? તેની પણ તપાસ થઇ રહી છે. દિવાળી નજીક હોઇ ફુડ વિભાગની તપાસ અનેક બાબતોમાં મહત્વપુર્ણ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

દરોડા@ડીસા: ગાયનુ ઘી શંકાસ્પદ જણાતા ફુડ વિભાગે 297 લીટર સીલ કર્યુ

બનાસકાંઠાના ડીસાની રીસાલા બજારમાં આવેલી સવાઇ મિલ્ક પ્રોટીન નામની પેઢીમાં ફુડ વિભાગે દરોડા પાડ્યા છે. વેપારી છેલ્લા કેટલાક સમયથી ગાયનું ઘી વેચાણ કરતા હોઇ ફુડ વિભાગને શંકાસ્પદ હોવાની આશંકા ગઇ હતી.

દરોડા@ડીસા: ગાયનુ ઘી શંકાસ્પદ જણાતા ફુડ વિભાગે 297 લીટર સીલ કર્યુ

આથી શુક્રવારે બપોરે દરોડા પાડી તપાસણી કરતા ગાયનું ઘી હાલ પુરતુ ખાવા માટે યોગ્ય ન હોવાનું ખાત્રી કરી હેલ્થ પ્રિમિયમની 500 ગ્રામ અને 1 લિટરની તમામ બોટલ સહિત 297 લીટર ઘી વેચાણ નહિ કરવા સીલ મારી દીધુ છે.

દરોડા@ડીસા: ગાયનુ ઘી શંકાસ્પદ જણાતા ફુડ વિભાગે 297 લીટર સીલ કર્યુ
Advertise

બનાસકાંઠા ફુડ વિભાગના અધિકારી ગામિતે જણાવ્યુ હતુ કે, વેપારીના ગોડાઉનમાં ઉપલબ્ધ જથ્થો સીલ કર્યા બાદ અન્ય કોઇ જગ્યાએ હેલ્થ પ્રિમીયમ બ્રાન્ડનું ઘી હોય તો તેની તપાસ થઇ રહી છે. આ સાથે વેપારીએ અન્ય કોઇ નાના વેપારીઓને આ બ્રાન્ડનું ઘી વેચાણ કર્યુ હશે તો પરત લાવવા માટે કાર્યવાહી થશે. સીઝ કરેલા ઘી ના બે નમુના લઇ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે.

દરોડા@ડીસા: ગાયનુ ઘી શંકાસ્પદ જણાતા ફુડ વિભાગે 297 લીટર સીલ કર્યુ