મોત@દાંતા: શિક્ષિકાએ શાળામાં કાર શીખતાં બાળકીને કચડી, ગામમાં કોલાહલ

અટલ સમાચાર,દાંતા દાંતા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ શાળા કમ્પાઉન્ડમાં કાર ચલાવતાં ગમખ્વાર અકસ્માત કર્યો છે. કમ્પાઉન્ડમાં રમતી બાળકી ઉપર કાર ચડાવી દેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. આ પછી અફરાતફરી વચ્ચે બાળકીને હોસ્પિટલ લઇ જતા સારવાર દરમ્યાન કરૂણ મોત થયુ છે. ઘટનાને પગલે વાલી સહિત આખા ગામમાં કોલાહલ મચી ગયો છે. અકસ્માતનો ગુનો હોઇ દાંતા
 
મોત@દાંતા: શિક્ષિકાએ શાળામાં કાર શીખતાં બાળકીને કચડી, ગામમાં કોલાહલ

અટલ સમાચાર,દાંતા

દાંતા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ શાળા કમ્પાઉન્ડમાં કાર ચલાવતાં ગમખ્વાર અકસ્માત કર્યો છે. કમ્પાઉન્ડમાં રમતી બાળકી ઉપર કાર ચડાવી દેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. આ પછી અફરાતફરી વચ્ચે બાળકીને હોસ્પિટલ લઇ જતા સારવાર દરમ્યાન કરૂણ મોત થયુ છે. ઘટનાને પગલે વાલી સહિત આખા ગામમાં કોલાહલ મચી ગયો છે. અકસ્માતનો ગુનો હોઇ દાંતા પોલીસ શાળાએ પહોંચી તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાની રાણપુર આંબા પ્રાથમિક શાળામાં અકસ્માતે મોતની ઘટના સામે આવી છે. શાળાના શિક્ષિકા અલ્ટો કાર શીખી રહ્યા હતા. શાળાના કમ્પાઉન્ડમાં કાર ચલાવતાં દરમ્યાન બીજા ધોરણમાં ભણતી પિઝારીબેન સોલંકી નામની બાળકીને અડફેટે લીધી હતી. શિક્ષિકાએ કાર સાથે બાળકીને કચડી હોઇ અત્યંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ભારે ગભરાહટની વચ્ચે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.

મોત@દાંતા: શિક્ષિકાએ શાળામાં કાર શીખતાં બાળકીને કચડી, ગામમાં કોલાહલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિક્ષિકાએ શાળાકાર્ય દરમ્યાન પોતાની જ વિદ્યાર્થિનીને કચડી હોઇ નાના એવા ગામમાં મોટો કોલાહલ મચી ગયો છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે બનેલી ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. શાળામાં જ બાળકીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી આખરે મોત થતાં પરિવાર હેબતાઇ ગયો છે. સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતુ કે, અકસ્માતની ઘટના બની હોવાનું ધ્યાને આવ્યુ હોઇ રીપોર્ટના આધારે કાર્યવાહી થશે.

મોત@દાંતા: શિક્ષિકાએ શાળામાં કાર શીખતાં બાળકીને કચડી, ગામમાં કોલાહલ

તાલુકા શિક્ષણની ભયંકર બેદરકારી

દાંતા ટીપીઇઓને પુછતાં રીપોર્ટ આવ્યા પછી કાર્યવાહી જણાવી હતી. જોકે શાળાના આચાર્યને પુછતાં ટીપીઇઓ સાથે મૌખિક વાત થઇ હોઇ રીપોર્ટ નથી મંગાવ્યાનું જણાવ્યુ હતુ. શાળામાં જ મહિલા શિક્ષિકા અકસ્માતથી બાળકીનું મોત નિપજાવી દે છતાં તાલુકા શિક્ષણાધિકારી ગંભીર ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. આવી સ્થિતિમાં ગામલોકો બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે.