મોત@સિધ્ધપુર: નિવૃત્તિ આરે વીજ કર્મચારીની આત્મહત્યા, નાણાં ભીડ કારણ બન્યું

અટલ સમાચાર, સિદ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે આજે સિદ્ધપુર વિજ વિભાગમાં ફરજ બજાવતા અેક કર્મચારીઅે પોતાની નોકરીનાં અંતિમ દિવસે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. જો કે આ વ્યક્તિઅે કયા કારણોસર અને સંજોગોને લઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે તેનુ કારણ જાણવા મળ્યુ નથી. આ અંગે સિદ્ધપુર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
 
મોત@સિધ્ધપુર: નિવૃત્તિ આરે વીજ કર્મચારીની આત્મહત્યા, નાણાં ભીડ કારણ બન્યું

અટલ સમાચાર, સિદ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે આજે સિદ્ધપુર વિજ વિભાગમાં ફરજ બજાવતા અેક કર્મચારીઅે પોતાની નોકરીનાં અંતિમ દિવસે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. જો કે આ વ્યક્તિઅે કયા કારણોસર અને સંજોગોને લઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે તેનુ કારણ જાણવા મળ્યુ નથી. આ અંગે સિદ્ધપુર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

પાટણ જિલ્લાના સિધ્ધપુર પેટા વિજ વિભાગ કચેરીમાં છેલ્લા ૧૮ વર્ષથી સિનિયર ઈલેકટ્રિક હેલ્પર તરીકે ફરજ બજાવતા મૂળ વિસનગર તાલુકાનાં ગામના રમેશભાઈ મફતભાઈ પરમારઅે આજે હાઈવે વિજ અોફિસ પરિસરમાં બનાવાયેલા ક્વાર્ટર્સ પૈકી પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રમેશભાઈનુ પરિવાર અત્યારે અમદાવાદ રહે છે જ્યારે તેઓ અેકલા જ અહીં રહેતા હતાં. મૃતકે આત્મહત્યા કરતાં પહેલા લખેલી સ્યુસાઈડ નોટ લખી હતી.જે પોલીસે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક રમેશભાઈઅે અાત્મહત્યા કરતા પહેલાં બે નાના-નાના પાનામાં લખેલી સ્યુસાઈડ માં તેમને અગાઉ થયેલાં બે-ચાર ફ્રેકચરનો ઉલ્લેખ કરી નિવૃત્તિ બાદ પગાર ની અાવક અેકદમ બંધ થઈ જશે..આથી બાદમાં પોતાના ઘર-પરિવારનાં આર્થિક વ્યવહાર કઈ રીતે કરી શકાશે તેવી ચિંતા વ્યક્ત કરી હોવાનુ જાણવા મળેલ છે.આ કરુણ ઘટના બનતા જીઇબી ક્વાર્ટરમાં આજુ બાજુમાં રહેતા લોકો ઘટનાસ્થળે અેકત્ર થઇ ગયા હતા.સિદ્ધપુર પોલીસે ઘટનાસ્થળે જઈ મૃતકની લાશનુ પંચનામુ કરી લાશને પીઅેમ અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવાની તજવિજ કરી હતી.આ અંગેની આગળ ની તપાસ સિદ્ધપુર પીઅેસઆઈ આર.ડી. મકવાણા ચલાવી રહ્યા હોવાનુ જાણવા મળેલ છે.