ચકચાર@ડીસા: હાઇવે પર ત્રિપલ અકસ્માત, બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોનાકાળ વચ્ચે આજે બપોરના સમયે ડીસા-પાટણ હાઇવે પર બાઇક, કાર અને ટ્રક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બાઇક સવાર ઠાકોર યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અટલ
 
ચકચાર@ડીસા: હાઇવે પર ત્રિપલ અકસ્માત, બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોનાકાળ વચ્ચે આજે બપોરના સમયે ડીસા-પાટણ હાઇવે પર બાઇક, કાર અને ટ્રક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બાઇક સવાર ઠાકોર યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા-પાટણ હાઇવે પર આવેલ ખરડોસણ ગામ પાસે આજે બાઇક, સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક યુવક ઓવરટેક કરવા જતા સ્વીફ્ટ કારની નીચે કચડાઇ જતા આકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પાછળ આવી રહેલ ટ્રક કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેથી બાઇક કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક યુવક કારની નીચે કચડાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

ચકચાર@ડીસા: હાઇવે પર ત્રિપલ અકસ્માત, બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ દુર્ઘટનામાં આશાસ્પદ પ્રકાશ ઠાકોરનું કરૂણ મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા હોઇ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઇ હતી. જ્યાં મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.