ડીસાઃ સેંટ ઝેવિયર્સ હાઈસ્ફૂલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી) ડીસા સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને વિવિધ શૈક્ષણિક સંગઠન બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એન.બી. ચાવડા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, શાળાના આચાર્ય ફા. રાજ, એસવીએસ
 
ડીસાઃ સેંટ ઝેવિયર્સ હાઈસ્ફૂલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી)

ડીસા સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને વિવિધ શૈક્ષણિક સંગઠન બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એન.બી. ચાવડા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, શાળાના આચાર્ય ફા. રાજ, એસવીએસ કન્વીનર કે.પી.રાજપૂત, ડીસાના વિવધ શૈક્ષણિક સંકુલના આચાર્યો અને શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, 35 બટાલિયન ગુજરાત એન.સી.સી યુનિટના સુબેદાર, રક્તદાતાઓ, પાલનપુર સિવિલ સ્ટાફ, સંકલ્પ લેબોરેટરી સ્ટાફ, ગાયત્રી લેબોરેટરીના સ્ટાફમિત્રો હાજર રહ્યા હતા.

કોવિડ-૧૯ ના નિયમોનું ચુસ્તપણે પાલન કરી બ્લડ ડોનેશન યોજાયો હતો. આ સાથે એન.સી.સી. ઓફિસર ભરતસિંગ બી. ખાડેલીયા દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવેલ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા દરેક રક્તદાતાઓને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ,જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના કર્મચારી તેમજ સેંટ ઝેવિયર્સ શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.