ડીસાઃ પોષણ માસમાં આઇસિડી ઘટક 3ની વાનગીઓનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા ડીસા તાલુકા પંચાયતમાં કાર્યક્રમ યોજાયો હતો. આઇસિડી ઘટક 3ની વાનગીઓનો કાર્યક્રમ યોજાયો હતો. પોષણ માસ-2020 અંતર્ગત ડૉ. જીગ્નેશ હારિયાણી દ્વારા આંગણવાડીની બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. હિમોગ્લોબિનની ઉણપ દૂર કરી એનિમિયા રોગના નિવારણ માટે યોગ્ય ખોરાક અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અટલ સમાચાર આપના
 
ડીસાઃ પોષણ માસમાં આઇસિડી ઘટક 3ની વાનગીઓનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા ડીસા તાલુકા પંચાયતમાં કાર્યક્રમ યોજાયો હતો. આઇસિડી ઘટક 3ની વાનગીઓનો કાર્યક્રમ યોજાયો હતો. પોષણ માસ-2020 અંતર્ગત ડૉ. જીગ્નેશ હારિયાણી દ્વારા આંગણવાડીની બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. હિમોગ્લોબિનની ઉણપ દૂર કરી એનિમિયા રોગના નિવારણ માટે યોગ્ય ખોરાક
અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉપરાંત ઋતુગત શાકભાજી ઘર આંગણે ઉગાડી તેની યોગ્ય કાળજી અને તેના થકી પોષણયુક્ત આહાર તૈયાર કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. આંગણવાડીની બહેનો દ્વારા પોષણ યુક્ત ખોરાક બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સંપૂર્ણ સોશિયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખી યોજાયો હતો. દરેક આંગણવાડી બહેનોએ માસ્ક સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે જ કોરોના વાયરસના ચેપ નિવારણ અને નિયંત્રણના પગલા અંતર્ગત ફેસ માસ્ક અને સેનેટાઈઝર તથા હેન્ડવૉશના ઉપયોગ અંગે જરૂરી સમજૂતી આપી હતી.

ડીસાઃ પોષણ માસમાં આઇસિડી ઘટક 3ની વાનગીઓનો કાર્યક્રમ યોજાયો
જાહેરાત