અટલ સમાચાર, ડેસ્ક
સોના અને ચાંદીના ભાવમાં બુધવારે ઘણા ઉતાર ચડાવ સાથે વેપાર થતો જોવા મળ્યો. સોનામાં જો કે શરૂઆતમાં તેજી જોવા મળી હતી પરંતુ સાંજ થતા થતા તો ભાવ ગગડી ગયા. MCX પર સોનાનો ભાવ ફેબ્રુઆરી વાયદા 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે જતો રહ્યો. જો કે બજાર બંધ થતા સોનું સામાન્ય રિકવરી સાથે જોવા મળ્યું. અંતમાં સોનું 50,039 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આજે સોનું MCX પર હળવી નરમી સાથે ખુલ્યું પણ પછી તેમાં વધારો જોવા મળ્યો. આજે સોનું MCX પર હળવી નરમી સાથે ખુલ્યું પણ પછી તેમાં વધારો જોવા મળ્યો. હળવા ઉતાર ચડાવ બાદ સોનું 50,000 રૂપિયાની ઉપર જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સોનામાં આ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
ચાંદીની વાત કરીએ તો બુધવારે ચાંદીમાં શરૂઆત ઘણી સારી હતી. MCX પર ચાંદીનો માર્ચ વાયદો ગઈ કાલે 900 રૂપિયાની તેજી સાથે 69,000 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયો પરંતુ ત્યારબાદ તેમાં નફાવસૂલી થઈ અને તે ઉપરના સ્તરોથી લગભગ 400 રૂપિયા ગગડીને બંધ થયો. જો કે આમ છતાં ચાંદી 470 રૂપિયા મજબૂત થઈને 68600 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર બંધ થઈ.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આજે MCX પર ચાંદીનો માર્ચ વાયદો 170 રૂપિયાના ઘટાડા સાથે 68,445 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર કારોબાર કરી રહ્યું છે. કાલે ચાંદી 68,614 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આજે ચાંદીની શરૂઆત હળવા ઘટાડા સાથે થઈ, આ ઘટાડો હવે ધીરે ધીરે વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં ચાંદી 69,000 રૂપિયાના ભાવ પર પહોંચવાની કોશિશ કરી રહી છે. પરંતુ આજના ઘટાડાને જોતા આ લેવલ પર પહોંચવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે.