નિર્ણય@અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ રાખી, નવો કાર્યક્રમ જાહેર કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણના લીધે ગુજરાતના 8 મહાનગરોમાં શાળાઓમાં ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ફક્ત ઓનલાઇન પરીક્ષા લેવાશે. આ તરફ હવે ગુજરાત યુનિવર્સિટી દ્રારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આજે 1 પેપર લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
 
નિર્ણય@અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ રાખી, નવો કાર્યક્રમ જાહેર કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણના લીધે ગુજરાતના 8 મહાનગરોમાં શાળાઓમાં ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ફક્ત ઓનલાઇન પરીક્ષા લેવાશે. આ તરફ હવે ગુજરાત યુનિવર્સિટી દ્રારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આજે 1 પેપર લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટીઓની હોસ્ટેલ પણ ચાલુ રહેશે અને વિદ્યાર્થી હોસ્ટેલ રૂમમાં રહીને શિક્ષણ મેળવવાનુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓને લાગુ પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં વધતા જતાં કોરોનાના સંક્રમણ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્રારા પરિપત્ર જાહેર કરી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી જેમાં આગામી 10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ કરાયુ છે. અહી 10 એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ કરવામાં આવ્યું છે. તો આ સાથે જ આ 8 મહાનગરોમાં પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે. પરંતુ 8 મહાનગરો સિવાયના વિસ્તારોમાં શૈક્ષણિક કાર્ય વિકલ્પની સાથે ઓફલાઈન ચાલુ રાખવામા આવ્યુ છે. તેમજ મહાનગર સિવાયના વિસ્તારોમાં પરીક્ષાઓ ઓફલાઈન લઈ શકાશે.