નિર્ણય@અમદાવાદ: રીપેરિંગ કામ કરવા શહેરનો આ બ્રિજ 20 દિવસ સુધી બંધ કરાયો, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદમાં થોડાક દિવસો પહેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ જીવરાજ ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જોકે હાલ તે ફરી શરૂ તો થઈ ગયો છે. પરંતું શહેરમાં વધું એક બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. પશ્ચિમ વિસ્તારથી પૂર્વ વિસ્તારને જોડતો ગાંધી બ્રીજ આજથી એક તરફ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજમાં
 
નિર્ણય@અમદાવાદ: રીપેરિંગ કામ કરવા શહેરનો આ બ્રિજ 20 દિવસ સુધી બંધ કરાયો, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં થોડાક દિવસો પહેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ જીવરાજ ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જોકે હાલ તે ફરી શરૂ તો થઈ ગયો છે. પરંતું શહેરમાં વધું એક બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. પશ્ચિમ વિસ્તારથી પૂર્વ વિસ્તારને જોડતો ગાંધી બ્રીજ આજથી એક તરફ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજમાં રિપેરિંગ કામ કરવાને લઈને બ્રીજને બંધ કરવામાં આવશે. તંત્ર દ્વારા આ મામલે પહેલાથી લોકોને માહિતગાર કરી દેવામાં આવ્યા છે. જેમા તંત્ર દ્વારા એવી જાણ કરવામાં આવી છે કે આજથી 20 દિવસ સુધી ગાંધી બ્રિજ બંધ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધી બ્રિજ પરથી વાહન ચાલકો શાહપુર થી ઈન્કમટેક્સ અને ઈન્કમટેક્સથી શાહપુર એમ બે તરફ જઈ શકે છે. જેમા હાલ ઈન્કમટેક્સથી શાહપુર જવાનો રસ્તો વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી તેમને ભારે હાલાંકીનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, બીજા પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે બ્રીજનો એક તરફનો માર્ગતો ખુલ્લો રાખવામાં આવ્યો છે. પરંતુ તે ત્યા પણ ટ્રાફિકની સમસ્યા થોડાક અંશે સર્જાઈ શકે છે. જોકે આ સમસ્યા માત્ર 20 દિવસ પૂરતી રહેશે કારણકે 20 દિવસ રહીને તંત્ર દ્વારા બ્રીજને ફરી ઓપન કરી દેવામાં આવશે.