નિર્ણય@અંબાજી: ભક્તો માટે નવરાત્રિ દરમ્યાન માતાજીના દ્વાર ખુલા રહેશે, નિયમો જાળવવા પડશે

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) 17- 10- 20થી મા અંબાના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના કેટલાક યાત્રાધામોને ત્યાંના ટ્રસ્ટ દ્વારા દર્શન માટે બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે યાત્રાધામ અંબાજી ને ભક્તો માટે નવરાત્રી દરમિયાન દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે પરંતુ ચાચરચોકમાં ગરબા રમાશે નહીં અને નવરાત્રિમાં ભક્તોના દર્શન માટે અંબાજી મંદિર દેવસ્થાન
 
નિર્ણય@અંબાજી: ભક્તો માટે નવરાત્રિ દરમ્યાન માતાજીના દ્વાર ખુલા રહેશે, નિયમો જાળવવા પડશે

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

17- 10- 20થી મા અંબાના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના કેટલાક યાત્રાધામોને ત્યાંના ટ્રસ્ટ દ્વારા દર્શન માટે બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે યાત્રાધામ અંબાજી ને ભક્તો માટે નવરાત્રી દરમિયાન દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે પરંતુ ચાચરચોકમાં ગરબા રમાશે નહીં અને નવરાત્રિમાં ભક્તોના દર્શન માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોરોના સંક્રમણને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર માં દર્શને આવનાર ભક્તોને સેનેટાઇઝ કરી અને મેડિકલ ચેકઅપ બાદ અંબાજી મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે અને ફરજ પરના કર્મચારીઓ તેમજ સુરક્ષા ગાર્ડને પણ મેડિકલ ચેકઅપ બાદ જ ફરજ પર મુકાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બીજી તરફ અંબાજી મંદિર દ્વારા આ વખતે વિવિધ લાઈટિંગ દ્વારા અદ્દભુત રોશનીનું આયોજન કરવામાં આવી છે. જે એક આકર્ષણનું કેન્દ્ર બનશે જ્યારે કોરોના મહામારીને ધ્યાને રાખી જે ભક્તો અહીં આવી ના શકે તેમના માટે અંબાજી મંદિર દ્વારા સવાર – સાંજ ની આરતી નું જીવંત પ્રસારણ કરવામાં આવશે જેથી ઘરે બેઠા માઇભક્તો સોશીયલ મીડીયાના વિવિધ માધ્યમોથી માં અંબાના દર્શન કરી શકશે તો બીજી તરફ ભક્તો ના ઘસારાને ધ્યાને રાખી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 4 લાખ જેટલા મોટા પ્રસાદના પેકેટ બનાવામાં આવશે અને નાના પેકેટો આ વખતે કોરોનાના સંક્રમણ ના થાય તે હેતુથી વેચવામાં આવશે નહીં.
આ વખતે મંદિરને લાઈટિંગ રોશનીથી શણગારવાનું કામ એક દાતા દ્વારા કરવામાં આવનાર છે.