નિર્ણય@AMC: હવે ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડનમાં ફ્રીમાં પ્રવેશ નહીં મળે, જાણો વધુ

અટલ સમાચાર, અમદાવાદ AMC તંત્ર અને શાસકોએ ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડનમાં પ્રવેશવાને લઇને નિર્ણય લીધો છે. હવે તમારે ઉસ્માનપુરા ગાર્ડનમાં પ્રવેશમાં માટે ફી લેવામાં આવશે. તમને જણાવી દઇએ કે પહેલા ઉસ્માનપુરા રિવરફ્રન્ટમાં ગાર્ડનમાં ફ્રી પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ હવે તે દિવસો ચાલ્યા ગયા છે. હવે તમારે ગાર્ડનમાં પ્રવેશવા માટે ફી આપવાની રહેશે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને
 
નિર્ણય@AMC: હવે ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડનમાં ફ્રીમાં પ્રવેશ નહીં મળે, જાણો વધુ

અટલ સમાચાર, અમદાવાદ 

AMC તંત્ર અને શાસકોએ ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડનમાં પ્રવેશવાને લઇને નિર્ણય લીધો છે. હવે તમારે ઉસ્માનપુરા ગાર્ડનમાં પ્રવેશમાં માટે ફી લેવામાં આવશે. તમને જણાવી દઇએ કે પહેલા ઉસ્માનપુરા રિવરફ્રન્ટમાં ગાર્ડનમાં ફ્રી પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ હવે તે દિવસો ચાલ્યા ગયા છે. હવે તમારે ગાર્ડનમાં પ્રવેશવા માટે ફી આપવાની રહેશે.

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડનમાં પ્રવેશવા માટે જે ફી નક્કી કરી છે, તેમાં વયસ્કો માટે રૂપિયા 10 ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે 5થી 12 વર્ષ માટે રૂપિયા 5 ફી નક્કી કરવામાં આવી છે અને સિનિયર સિટીઝન માટે પણ 5 રૂપિયા એન્ટ્રી ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.