નિર્ણય@બનાસકાંઠા: કોરોના વાયરસ સામે લડવા વેપારીઓ આવ્યા હરકતમાં

અટલ સમાચાર, કાંકરેજ,ડીસા, થરાદ(અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ ઠેર-ઠેર લોકો વેપાર-ધંધા બંધ રાખીને સાવચેતીનું પગલુ ભરી રહ્યા છે. આજે કાંકરેજ, ડીસા,ધાનેરા અને થરાદમાં વેપારીઓ અને લોકોએ ભેગા મળી કોરોના વાયરસ સામે લડવા તખ્તો તૈયાર કર્યો છે. કાંકરેજમાં જીવનજરૂરીયાતની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ધાનેરા પાલિકા દ્રારા કલમ 144નો ભંગ ના થાય તે
 
નિર્ણય@બનાસકાંઠા: કોરોના વાયરસ સામે લડવા વેપારીઓ આવ્યા હરકતમાં

અટલ સમાચાર, કાંકરેજ,ડીસા, થરાદ(અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ ઠેર-ઠેર લોકો વેપાર-ધંધા બંધ રાખીને સાવચેતીનું પગલુ ભરી રહ્યા છે. આજે કાંકરેજ, ડીસા,ધાનેરા અને થરાદમાં વેપારીઓ અને લોકોએ ભેગા મળી કોરોના વાયરસ સામે લડવા તખ્તો તૈયાર કર્યો છે. કાંકરેજમાં જીવનજરૂરીયાતની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ધાનેરા પાલિકા દ્રારા કલમ 144નો ભંગ ના થાય તે માટે લોકોને અપીલ કરવામાં આવી છે. આ સાથે થરાદમાં પણ રત્નકલાકારોએ કારખાના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ડીસાના તમામ એસોસિયેશન દ્વારા કોરોના વાયરસને સાવચેતી ના ભાગરૂપે બંઘ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@બનાસકાંઠા: કોરોના વાયરસ સામે લડવા વેપારીઓ આવ્યા હરકતમાં

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ, ડીસા અને થરાદમાં લોકોએ કોરોના સામે સાવચેતીરૂપ પગલા ભર્યા છે. કાંકરેજના શિહોરીમાં આજે વેપારીઓની બેઠક મળી હતી. જેમાં મામલતદાર કચેરી ખાતે લોકોને કોરોના વાયરસ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે મેડિકલ સ્ટોર્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો સિવાયની અન્ય દુકાનો બંધ રાખવામાં સુચના આપવામાં આવી હતી. તો બીજી તરફ ધાનેરા પાલિકા દ્રારા કલમ 144નો ભંગ ન થાય તે માટે જનતાને અપીલ કરવામાં આવી છે. તો ડીસાના તમામ એસોસિયેશન દ્વારા કોરોના વાયરસને સાવચેતી ના ભાગરૂપે બંઘ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નિર્ણય@બનાસકાંઠા: કોરોના વાયરસ સામે લડવા વેપારીઓ આવ્યા હરકતમાં

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસને લઇ વાવ-થરાદના રત્નકલાકારોએ પણ તમામ કારખાના બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે થરાદ મામલતદાર અને પાલિકા દ્રારા ઠંડાપીણાંની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી હતી. જે દુકાનદારોએ દુકાન ખુલ્લી રાખી હતી તેમની સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનિય છે કે, કોરોના વાયરસને કારણે ગુજરાતમાં 29થી વધુ પોઝિટીવ કેસ સામે આવ્યા છે.