નિર્ણય@બેચરાજીઃ આવતીકાલથી બજારમાં રોનક, ગાઇડલાઇન મુજબ વેપાર ધંધા શરૂ થશે

અટલ સમાચાર ડોટ કોમ, બેચરાજી બહુચરાજી યાત્રાધામની બજારો ગત 10 દિવસ બંધ રહ્યા બાદ આવતીકાલથી ફરી એકવાર ધમધમશે. ગ્રામ પંચાયતે સોમવારથી કોરોના ગાઇડલાઇન મુજબ વેપાર ધંધા શરૂ કરવા હરીઝંડી આપી છે. આથી કોરોના કાળે પરેશાન વેપારીમિત્રો પણ તૈયારીમાં લાગ્યા છે. આ સાથે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા ઈચ્છુક ગ્રાહકોમાં સળવળાટ શરૂ થયો છે. બેચરાજીનુ
 
નિર્ણય@બેચરાજીઃ આવતીકાલથી બજારમાં રોનક, ગાઇડલાઇન મુજબ વેપાર ધંધા શરૂ થશે

અટલ સમાચાર ડોટ કોમ, બેચરાજી

બહુચરાજી યાત્રાધામની બજારો ગત 10 દિવસ બંધ રહ્યા બાદ આવતીકાલથી ફરી એકવાર ધમધમશે. ગ્રામ પંચાયતે સોમવારથી કોરોના ગાઇડલાઇન મુજબ વેપાર ધંધા શરૂ કરવા હરીઝંડી આપી છે. આથી કોરોના કાળે પરેશાન વેપારીમિત્રો પણ તૈયારીમાં લાગ્યા છે. આ સાથે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા ઈચ્છુક ગ્રાહકોમાં સળવળાટ શરૂ થયો છે. બેચરાજીનુ બજાર આજુબાજુના અનેક ગામોનું મોટું કેન્દ્ર હોઇ વેપાર ધંધા સદાબહાર રોનકમા હોય છે. આ તમામ બાબતો વચ્ચે બેચરાજી ગ્રામ પંચાયતે કોરોના મહામારી સામે સહયોગ આપનાર વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી સમગ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ અરસામાં મહેસાણા જીલ્લામાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. લોકડાઉન છતાં જીલ્લામાં રોજના સરેરાશ 400થી 450 નવા કેસ સામે આવી રહ્યા હતા. જેમાં યાત્રાધામ બેચરાજીમાં સંક્રમણ તોડવા 10 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્વૈચ્છિક લોકડાઉન ગ્રામ પંચાયતના આગ્રહથી 7 મે થી 16 મે 2021 સુધીનું આપવામાં આવ્યું હતુ. જેનો સમયગાળો આજે પુરો થતો હોઇ ગ્રામ પંચાયતે કોરોનાની ગાઇડલાઇન મુજબ આવતીકાલ સોમવારથી બજારો ખોલવાની છુટ આપી છે. બજારો ખુલવાના કારણે સંક્રમણ વધે નહી તેની ખાસ તકેદારી રાખી વેપાર ધંધા કરવાની પણ અપીલ કરવામાં પણ આવી છે.