નિર્ણય@દેશ: સરકારે વિઝા પરથી રોક હટાવી, પર્યટકો સિવાય બધાને આવવાની છૂટ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ભારત સરકારે સંક્રમણને રોકવા માટે વિઝા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. જે બાબતે આજે કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક, પર્યટન અને ચિકિત્સા શ્રેણીઓને બાદ કરતા તમામ વિઝા તત્કાળ પ્રભાવથી બહાલ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ જાણકારી આપી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં
 
નિર્ણય@દેશ: સરકારે વિઝા પરથી રોક હટાવી, પર્યટકો સિવાય બધાને આવવાની છૂટ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ભારત સરકારે સંક્રમણને રોકવા માટે વિઝા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. જે બાબતે આજે કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક, પર્યટન અને ચિકિત્સા શ્રેણીઓને બાદ કરતા તમામ વિઝા તત્કાળ પ્રભાવથી બહાલ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ જાણકારી આપી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, સરકાર પર્યટક વિઝા છોડીને, તમામ ઓસીઆઈ, પીઆઈઓ કાર્ડ ધારકો અને અન્ય વિદેશી નાગરિકોને કોઈ પણ ઉદ્દેશ્યથી ભારત આવવાની મંજૂરી આપે છે. તેઓ અધિકૃત એરપોર્ટ અને સીપોર્ટ ઈમિગ્રેશન ચેક પોસ્ટ દ્વારા હવાઈ કે જળ માર્ગથી દેશમાં પ્રવેશ કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જો કે વિદેશથી આવનારા લોકોએ ક્વોરન્ટાઈન અને કોવિડ-19 વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. તબીબી ઉપચાર માટે ભારત આવવા ઈચ્છતા વિદેશી નાગરિકો મેડિકલ વિઝા માટે મેડિકલ અટેન્ડન્ટ સહિત અરજી કરી શકે છે.