નિર્ણય@દેશ: 31 મે સુધી લૉકડાઉન લંબાવાયું, શું ખુલ્લુ રહેશે અને શું બંધ ?

અટલ સમાચાર,ડેસ્ક દેશમાં કોરોના વાયરસના સંક્રમણને પગલે કેન્દ્ર સરકારે સરકારે લૉકડાઉન 4.0 મામલે જાણકારી આપી છે. જેમાં સમગ્ર દેશમાં આગામી 31મી મે સુધી લૉકડાઉન 4.0 લાગુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ સાથે એક જનરલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જોકે, સાથે એ પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકારો પોતાની રીતે ઝોન નક્કી કરી
 
નિર્ણય@દેશ: 31 મે સુધી લૉકડાઉન લંબાવાયું, શું ખુલ્લુ રહેશે અને શું બંધ ?

અટલ સમાચાર,ડેસ્ક

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને પગલે કેન્દ્ર સરકારે સરકારે લૉકડાઉન 4.0 મામલે જાણકારી આપી છે. જેમાં સમગ્ર દેશમાં આગામી 31મી મે સુધી લૉકડાઉન 4.0 લાગુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ સાથે એક જનરલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જોકે, સાથે એ પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકારો પોતાની રીતે ઝોન નક્કી કરી આમાં છૂટ છાટ આપી શકે છે. હાલમાં આ મામલે ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, રાજ્ય સરકાર લૉકડાઉન 4 મામલે પોતાની ગાઈડલાઈન્સમાં શું જાહેર કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવે રાજ્ય સરકાર એ નક્કી કરી શકશે કે કયો વિસ્તાર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે. રેસ્ટોરન્ટમાં હોમ ડિલેવરીને છૂટ આપવામાં આવી છે. દેશભરમાં કોરોનાને લઈ 5 ઝોન તૈયાર કરાશે. ગુજરાત સરકારની લોકડાઉન 4.0 મામલે હાઈ કમિટીની બેઠક શરૂ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્દેશ આપ્યો છે.

સરકારે લોકડાઉન 4.0 માટે ગાઇડ લાઇન બહાર પાડી છે. ચોથા તબક્કાનાં આ લોકડાઉનમાં લોકોને અનેક પ્રકારની છુટછાટ આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પહેલા જ કહ્યું હતું કે, લોકડાઉન 4.0 નવા રૂપરંગ વાળું હશે. નવા નિયમોમાં આર્થિક ગતિવિધિઓને સ્પીડ આપવા માટે છુટમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ લોકોનાં આવન જાવન પર પણ અનેક પ્રકારનાં પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે.

શું નહીં ખૂલે ?

  • – શાળા-કોલેજ,
  • – સ્પા, બ્યુટી પાર્લર, કોચિંગ સેન્ટર
  • – રેસ્ટોરન્ટ, સિનેમા બંધ રહેશે
  • – પાનપાર્લર બંધ રહેશે
  • – જીમ, સ્વિમિંગપુલ, પાર્ક બંધ રહેશે
  • – ધાર્મિક-સામાજિક-રાજકીય મેળાવડા બંધ રહેશે

શું ખુલી શકે છે ?

  • બેન્ક – એટીએમ
  • કરિયાણા
  • મેડિકલ શોપ
  • બસ સેવા – શરતો સાથે
  • શાકભાજી
  • ફૂડ ડિલેવરી
  • સવારે 7થી સાંજે 7 સુધી અવર જવર ચાલુ કરી શકાય છે