નિર્ણય@ડીસા: આંશિક રાહત વચ્ચે 3 કેસ આવતાં તાત્કાલિક કડક લોકડાઉન

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ઉત્તર ગુજરાતના રેડ ઝોન બનાસકાંઠા જીલ્લામાં કોરોનાને લઇ લોકોમાં સાવચેતીના અભાવ જોવા મળી રહ્યો છે. આજે ડીસામાં આંશિક રાહત વચ્ચે 3 કેસ આવતાં તાત્કાલિક કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. પહેલા જીવન જરૂરીયાતની વસ્તુ માટે બજારો ખુલ્લા હોવાથી લોકોની ભીડ ઉમટી પડતી હતી. જોકે આજે ડીસામાં ત્રણ કેસ પોઝિટીવ આવતાં
 
નિર્ણય@ડીસા: આંશિક રાહત વચ્ચે 3 કેસ આવતાં તાત્કાલિક કડક લોકડાઉન

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ઉત્તર ગુજરાતના રેડ ઝોન બનાસકાંઠા જીલ્લામાં કોરોનાને લઇ લોકોમાં સાવચેતીના અભાવ જોવા મળી રહ્યો છે. આજે ડીસામાં આંશિક રાહત વચ્ચે 3 કેસ આવતાં તાત્કાલિક કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. પહેલા જીવન જરૂરીયાતની વસ્તુ માટે બજારો ખુલ્લા હોવાથી લોકોની ભીડ ઉમટી પડતી હતી. જોકે આજે ડીસામાં ત્રણ કેસ પોઝિટીવ આવતાં ડીસા નાયબ કલેક્ટરને તાત્કાલિક અસરથી કડક લોકડાઉન અમલમાં લાવી મેડિકલ અને કરિયાણાની દુકાન સિવાય બીજા વેપારી ઘટકો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@ડીસા: આંશિક રાહત વચ્ચે 3 કેસ આવતાં તાત્કાલિક કડક લોકડાઉન

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આજે ત્રણ કેસ પોઝિટીવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આમ છતાં શહેરની બજારોમાં લોકો માસ્ક વગર બિન્દાસ્ત ફરતા જોવા મળ્યા હતા. લોકો દ્રારા જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો હોવાની સ્થિતિ બની હતી. જોકે ડીસા નાયબ કલેક્ટરે તાત્કાલિક અસરથી કડક લોકડાઉન અમલમાં લાવ્યુ છે. જેમાં હવે માત્ર મેડિકલ અને કરિયાણાની દુકાનો જ ખુલ્લી રહેશે. બાકીની તમામ દુકાનો બંધ રહેશે. આ તરફ ડીસા શહેર પોલીસ દ્રારા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. બજારોમાં આવતા લોકો માસ્ક પહેર્યા વગર આવતાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર બની શકે તેમ હોઇ લોકોને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે.