નિર્ણય@દિયોદર: કોરોના સંક્રમણ રોકવા હિંગળાજ માતા મંદીરે ભરાતો પૂનમનો મેળો રદ્દ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિવાળીના તહેવારો બાદ બનાસકાંઠામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ દિયોદર તાલુકાના ધનકવાડા ગામે ભરાતો કાર્તિકપુર્ણિમાનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત અને હિંગળાજ ટ્રસ્ટ દ્રારા કોરોના સંક્રમણ ન ફેલાય તેથી સાવચેતીના ભાગરૂપે પુર્ણિમાનો મેળો રદ્દ કરવામાં આવ્યો
 
નિર્ણય@દિયોદર: કોરોના સંક્રમણ રોકવા હિંગળાજ માતા મંદીરે ભરાતો પૂનમનો મેળો રદ્દ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિવાળીના તહેવારો બાદ બનાસકાંઠામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ દિયોદર તાલુકાના ધનકવાડા ગામે ભરાતો કાર્તિકપુર્ણિમાનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત અને હિંગળાજ ટ્રસ્ટ દ્રારા કોરોના સંક્રમણ ન ફેલાય તેથી સાવચેતીના ભાગરૂપે પુર્ણિમાનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે દર વર્ષે કાર્તિક પુર્ણિમાના દિવસે ભરાતાં લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતાં હોય છે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે બનાસકાંઠા કલેક્ટરના જાહેરનામાને અનુસંધાને મેળો રદ્દ કરવામાં આવ્યો છે. ધનકવાડા ગ્રામ પંચાયત અને હિંગળાજ મંદીર ટ્રસ્ટ દ્રારા કાર્તિક સુદ પુર્ણિમાનો મેળો સ્થગિત કરવામાં આવ્યો છે.