નિર્ણય@ધાનેરા: સંક્રમણ રોકવા નેનાવા ગામમાં 7 દિવસ સ્વયંભૂ લોકડાઉન

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાના ગામે સંક્રમણની ચેન તોડવા લોકોએ સાત દિવસ સ્વયંભૂ લોક ડાઉન પાળવાનું નક્કી કર્યું છે. કોરોનાનાં ત્રણ કેસ સામે આવતા નેનાવા ગામનાં લોકોએ સ્વૈચ્છિક નિર્ણય લઈ કોરોના સંક્રમણને અટકાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનાં બોર્ડર સરહદે આવેલા નેનાવા ગામે આરોગ્ય ચકાસણીમાં ત્રણ કેસ કોરોના પોઝિટિવ
 
નિર્ણય@ધાનેરા: સંક્રમણ રોકવા નેનાવા ગામમાં 7 દિવસ સ્વયંભૂ લોકડાઉન

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાના ગામે સંક્રમણની ચેન તોડવા લોકોએ સાત દિવસ સ્વયંભૂ લોક ડાઉન પાળવાનું નક્કી કર્યું છે. કોરોનાનાં ત્રણ કેસ સામે આવતા નેનાવા ગામનાં લોકોએ સ્વૈચ્છિક નિર્ણય લઈ કોરોના સંક્રમણને અટકાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનાં બોર્ડર સરહદે આવેલા નેનાવા ગામે આરોગ્ય ચકાસણીમાં ત્રણ કેસ કોરોના પોઝિટિવ આવતા ગામ લોકોએ અગમચેતી રૂપે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જેમાં સવારે 7 થી 10 બજાર ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, બાકીનાં સમયે સંપૂર્ણ નેનાવા ગામ લોકડાઉન કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન મેડિકલ અને દૂધ ડેરી સિવાયની તમામ દુકાનો 7 દિવસ સુધી લોકડાઉનનો અમલ કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતે પણ સ્થાનિકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં અમલ પર ભાર મુકવા કહ્યુ છે. નેનાવા ગામે અન્ય ગામડાને કોરોના સામે લડવા માટે એક નવું ઉદાહરણ પૃરું પાડ્યું છે.