નિર્ણય: ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પોતાના જિલ્લા કેન્દ્રમાં આપવા કરો આ કામ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં હાલમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને રાજ્યમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનના પગલે ધંધા-રોજગાર સાથે શિક્ષણ ક્ષેત્રમાં તેની સૌથી વધારે અસર જોવા મળી. જો કે હવે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાના જિલ્લામાંથી પરીક્ષા આપી શકશે. અટલ સમાચાર
 
નિર્ણય: ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પોતાના જિલ્લા કેન્દ્રમાં આપવા કરો આ કામ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હાલમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને રાજ્યમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનના પગલે ધંધા-રોજગાર સાથે શિક્ષણ ક્ષેત્રમાં તેની સૌથી વધારે અસર જોવા મળી. જો કે હવે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાના જિલ્લામાંથી પરીક્ષા આપી શકશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાના સંકટ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે પોતાના જિલ્લામાંથી પણ પરીક્ષા આપી શકશે. પોતાના જિલ્લામાં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. વિદ્યાર્થીઓને પોતાના જિલ્લામાં પરીક્ષા આપવા માટે 14 જૂન સુધીમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. જેમાં યુનિવર્સિટીની વેબસાઈટ પર પરીક્ષા કેન્દ્ર નક્કી કરવું પડશે. આમ જે વિદ્યાર્થી કેન્દ્ર નક્કી નહી કરી શકે તે વિદ્યાર્થીને નિયત કેન્દ્ર પરથી જ પરીક્ષા આપવી પડશે.

આ અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યાં હતા. ગુજરાત યુનિવર્સિટીના એક લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યાં હતા. જેમાં 25 જૂનથી લેવાનાર પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી હતી. આ પરીક્ષાઓ હવે 10 જૂલાઇ બાદ લેવામાં આવશે. આમ આગામી 2 તબક્કામાં યોજાનાર પરીક્ષાની શરૂઆત 10 જૂલાઇ બાદ લેવાશે.

રાજ્યની બીએડ કોલેજોને લઇ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. 39 સરકારી-ગ્રાન્ટેડ બીએડ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટીમાં ભેળવવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2020-21થી બીએડ કોલેજો ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન થશે. ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ યુનિવર્સિટીની 7-7 કોલેજો સંલગ્ન થશે. તો ગુજરાત યુનિવર્સિટી, SP યુનિવર્સિટીની 6-6 કોલેજો સંલગ્ન કરાશે. જ્યારે ભાવનગર, કચ્છ, જૂનાગઢ યુનિવર્સિટીની 1-1 કોલેજો સંલગ્ન કરાશે. ઘણા સમયથી ટીચર્સ યુનિવર્સિટીના વિસ્તરણની કામગીરી ચાલતી હતી.