નિર્ણય@શિક્ષણઃ GTUનાં આ વિષયમાં નાપાસ હોય તેવાં વિદ્યાર્થીને તક અપાશે

અટલ સમાચાર, ડેસ્ક GTU (ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી)નાં ડિપ્લોમાં-ડિગ્રીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને પાસ થવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય GTU બેઠકમાં લેવાતાં 20 હજાર વિદ્યાર્થીઓને રાહત મળશે. તાજેતરમાં GTU બોર્ડની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત સેન્ટર ફોર એક્સેલન્સ ફોર એરો સ્પેસની સ્થાપના માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. GTUનાં જે વિદ્યાર્થીઓની
 
નિર્ણય@શિક્ષણઃ GTUનાં આ વિષયમાં નાપાસ હોય તેવાં વિદ્યાર્થીને તક અપાશે

અટલ સમાચાર, ડેસ્ક

GTU (ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી)નાં ડિપ્લોમાં-ડિગ્રીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને પાસ થવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય GTU બેઠકમાં લેવાતાં 20 હજાર વિદ્યાર્થીઓને રાહત મળશે. તાજેતરમાં GTU બોર્ડની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત સેન્ટર ફોર એક્સેલન્સ ફોર એરો સ્પેસની સ્થાપના માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

GTUનાં જે વિદ્યાર્થીઓની ટર્મ પૂરી થઈ ગઈ છે. તેવા નાપાસ વિદ્યાર્થીઓને પરીક્ષાની વધુ એક તક અપાશે. પરીક્ષાની તારીખ આગામી સપ્તાહે જાહેર કરી દેવાશે. નિયમ મુજબ ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી ફાર્મસીનાં જે વિદ્યાર્થીએ તેનાં કોર્સનાં 4 વર્ષ પૂરાં થયાં પછી એટલે કે ટર્મ પૂરી થતાં સુધીમાં, તેમજ MBA કે MCAમાં બે વર્ષ પૂરાં કર્યા પછીથી UGCનાં નિયમ મુજબ વધુ બે વર્ષ પૂરા થયાં પછી એક કે તેથી વધુ વિષયમાં નાપાસ વિદ્યાર્થીને પરીક્ષાની વધુ એક તક અપાશે.

આ નિર્ણયથી GTUના 20 હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. સાથે-સાથે રાફેલ ફાઈટર પ્લેન બનાવતી ફ્રાન્સની કંપની દાસોલ્ટ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ખાતે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ સ્થાપવામાં આવશે. કંપની દ્વારા આ સેન્ટરમાં સ્પેસ એન્જિનિયરિંગ, શિપ બિલ્ડિંગ, રોડ કન્સ્ટ્રક્શન અને કાર મેકિંગ વિષય પર તાલીમ આપી વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી માટે તૈયાર કરાશે.

દાસોલ્ટ કંપની દ્વારા ભારતમાં તેલંગાણાનાં હૈદરાબાદ ખાતે અને કર્ણાટકનાં બેંગલુરુ ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ છે. ત્યારબાદ ત્રીજું સેન્ટર ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્થપાશે. GTUની બોર્ડ ઓફ ગવર્નનન્સની બેઠકમાં દાસોલ્ટ તરફથી મળેલી દરખાસ્તની જાહેરાત કરવામાં આવી છે.