નિર્ણય@ગાંધીનગર: રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નહીં નીકળે: નાયબ મુખ્યમંત્રી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રૂપાલની પલ્લીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે અંબાજી પહોંચેલા નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, ભારે અટકળો અને ચર્ચા વિચાર કર્યા બાદ રૂપાલની પલ્લી નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ગાંધીનગરના રૂપાલની વરદાયિની માતાની પલ્લી વિશે મોટી જાહેરાત કરી હતી. આ સાથે હવે રૂપાલની
 
નિર્ણય@ગાંધીનગર: રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નહીં નીકળે: નાયબ મુખ્યમંત્રી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રૂપાલની પલ્લીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે અંબાજી પહોંચેલા નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, ભારે અટકળો અને ચર્ચા વિચાર કર્યા બાદ રૂપાલની પલ્લી નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ગાંધીનગરના રૂપાલની વરદાયિની માતાની પલ્લી વિશે મોટી જાહેરાત કરી હતી. આ સાથે હવે રૂપાલની પલ્લી નીકળશે કે નહીં તે સવાલના જવાબ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર જીલ્લાના રૂપાલમાં નીકળતી પલ્લીને લઇ નીતિન પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે રૂપાલની પલ્લીને લઈને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના કારણે આ વર્ષે રૂપાલની પલ્લી નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપ્યૂટી સીએમના આ નિવેદન બાદ રૂપાલની પલ્લી નિકળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. નોંધનિય છે કે, આજે સવાર સુધી લોકોને આશા હતી કે, ગ્રામના લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી ખાલી ગ્રામજનો દ્વારા પલ્લીને કાઢવાની મંજૂરી મળશે. આ તરફ અગમચેતીના ભાગરૂપે ગ્રામજનોએ તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. અને બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

નિર્ણય@ગાંધીનગર: રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નહીં નીકળે: નાયબ મુખ્યમંત્રી
File Photo

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે સવારથી રૂપાલની પલ્લીને મંજૂરી મળશે તેવી અટકળો તેજ બની હતી. જોકે કોરોનાને કારણે રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય તેવી જાહેરાત તંત્રએ અગાઉ કરી હતી. પરંતુ વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી પુરી શક્યતા જોવામાં આવી હતી. રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળવાના અહેવાલ સામે આવતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ તરફ નીતિન પટેલે ચાલુ વર્ષે રૂપાલની પલ્લી નહીં નીકળે તેવી જાહેરાત કરી છે.