નિર્ણય@સરકારઃ આ 26 દવાઓના એક્સપોર્ટ પર લગાવ્યો પ્રતિબંધ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના ખતરાને જોતા કેન્દ્ર સરકારે 26 જેટલી દવાઓ અને ફોર્મ્યૂલેશન્સના એક્સપોર્ટ પર તત્કાલ પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનથી દવાઓના રો-મટેરિયલના ઈમ્પોર્ટમાં પ્રોબલમ પેદા થવાના કારણે પ્રોડક્શનમાં ઘટાડો આવવાની આશંકા છે. સરકારે જે દવાઓના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે, તેમાં પેરાસિટેમોલ, ડિનિડાઝોલ, મેટ્રોનિડાજોલ, વિટામિન B1, B6, B12, પ્રોજેસ્ટેરોન પ્રમુખ છે. તેને
 
નિર્ણય@સરકારઃ આ 26 દવાઓના એક્સપોર્ટ પર લગાવ્યો પ્રતિબંધ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના ખતરાને જોતા કેન્દ્ર સરકારે 26 જેટલી દવાઓ અને ફોર્મ્યૂલેશન્સના એક્સપોર્ટ પર તત્કાલ પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનથી દવાઓના રો-મટેરિયલના ઈમ્પોર્ટમાં પ્રોબલમ પેદા થવાના કારણે પ્રોડક્શનમાં ઘટાડો આવવાની આશંકા છે. સરકારે જે દવાઓના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે, તેમાં પેરાસિટેમોલ, ડિનિડાઝોલ, મેટ્રોનિડાજોલ, વિટામિન B1, B6, B12, પ્રોજેસ્ટેરોન પ્રમુખ છે. તેને લઈ વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય (DGFT)એ હાલની એક્સપોર્ટ પોલિસીમાં ફેરફાર માટે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે.

26 દવાઓ: 

– પેરાસિટામોલ- ટિનિડેઝોલ
– મેટ્રોનાઈડેઝોલ
– એસાયક્લોવિર
– વિટામિન બી1
– વિટામીન બી6
– વિટામીન બી12
– પ્રોઝેસ્ટેરોન
– ક્લોરેમફેનિકોલ
– ઈરિથ્રોમાઈસિન સોલ્ટ
– નિઓમાઈસિન
– ક્લિંડામાઈસિન સોલ્ટ
– ઓર્નિડેઝોલ
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ ક્લોરેમફેનિકોલ
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ ઈરિથ્રોમાઈસિન સોલ્ટ
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ ક્લિંડામાઈસિન સોલ્ટ
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ પ્રોજેસ્ટેરોન
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ વિટામિન બી1
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ વિટામીન બી12
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ વિટામીન બી6
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ નિઓમાઈસિન
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ ઓર્નિડેઝોલ
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ મેટ્રોનાઈડેઝોલ
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ ટિનિડેઝોલ
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ એસાયક્લોવિર
– ફોર્મ્યૂલેશન્સ મેડ ઓફ પેરાસિટામોલ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફાર્માસ્યૂટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018-19માં ભારતથી દવાઓનું કુલ એક્સપોર્ટ 1900 કરોડ ડોલર (લગભગ 1.35 લાખ કરોડ રૂપિયા) હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માંગના આધાર પર ડીપીટી અને બીસીજી માટે લગભગ 65 ટકા દવાઓ ભારતમાં બને છે, અને ખસરાના 90 ટકા ટીકા ભારતમાં બને છે. જેનેરિક દવાઓ બનાવતી દુનિયાની ટોપ 20 કંપનીઓમાં આટ કંપનીઓ ભારતની છે.

ભારતથી નિકાસ થતી દવાઓમાંથી 55 ટકા ઉત્તરી અમેરિકા અને યૂરોપમાં આયાત થાય છે. ભારત દવાઓ આયાત કરનારા દેશોમાં અમેરિકા સૌથી મોટો આયાતકાર દેશ છે. આપ્રિકાના જેનરિક દવાઓના બજારમાં ભારતની ભાગીદારી 50 ટકાની છે. ભારતે વર્ષ 2018-19માં દુનિયાના 201 દેશોમાં 9.52 કરોડ ડોલરની દવા નિકાસ કરી.