નિર્ણય@ગુજરાત: રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં 16 ટકાની રાહત

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે મુખ્યમંત્રી દ્રારા રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં 16 ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેથી કોરોના કાળમાં સિરામિક ઊદ્યોગને મોટી રાહત મળી છે. મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામીક ઊદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે. અગાઉ રાજ્ય સરકારે આ
 
નિર્ણય@ગુજરાત: રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં 16 ટકાની રાહત

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે મુખ્યમંત્રી દ્રારા રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં 16 ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેથી કોરોના કાળમાં સિરામિક ઊદ્યોગને મોટી રાહત મળી છે. મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામીક ઊદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે. અગાઉ રાજ્ય સરકારે આ ઊદ્યોગોને પ્રતિ SCM 2 રૂપિયાની બિલ રાહત આપી હતી. જેના બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂ. 2.50ની રાહતનો નિર્ણય કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરકારના આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરી શકશે. એકસપોર્ટ વધારી શકશે અને વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને એકસપોર્ટ દ્વારા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મેળવી શકશે. ચાલુ વર્ષે કોરોનાના લાંબા લોકડાઉન બાદ હાલમાં બજારો તો ધમધમતી થઈ છે, પરંતુ આર્થિક મૂંઝવણના લીધે ઉદ્યોગ ધંધાને મોટો ફટકો પડ્યો છે. હાલ માર્કેટમાં કોઈપણ ઘરાકી જોવા મળતી નથી. જેના કારણે આ વર્ષે વેપારીનોની ધારણા મુજબનું વેચાણ થઈ નથી રહ્યું. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગોને પણ ગ્રહણ લાગ્યું હતું. આવામાં સિરામિકના વેપારીઓ સરકાર તરફથી રાહતની આશા રાખીને બેસ્યા હતા.