નિર્ણય@ગુજરાત: પંચાયત વિભાગમાં વર્ગ 3ની ભરતીમાં 35% વેઈટીગ લિસ્ટ રખાશે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં પંચાયત સવંર્ગમાં વર્ગ 3ની ભરતીમાં હવેથી 20ના સ્થાને 35 ટકા લોકોની પ્રતિક્ષા યાદી બનાવાશે. પંચાયત સવંર્ગમાં નોકરી છોડી દેવાનુ પ્રમાણ વધુ હોવાથી, પૂરતી માત્રામાં મંજૂર મહેકમ ભરાઈ શકે તે માટે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. હવે પછી જે કોઈ ભરતી થશે તેમાં 20ને બદલે 35 ટકા લોકોની પ્રતિક્ષાયાદી બનશે. અટલ સમાચાર
 
નિર્ણય@ગુજરાત: પંચાયત વિભાગમાં વર્ગ 3ની ભરતીમાં 35% વેઈટીગ લિસ્ટ રખાશે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં પંચાયત સવંર્ગમાં વર્ગ 3ની ભરતીમાં હવેથી 20ના સ્થાને 35 ટકા લોકોની પ્રતિક્ષા યાદી બનાવાશે. પંચાયત સવંર્ગમાં નોકરી છોડી દેવાનુ પ્રમાણ વધુ હોવાથી, પૂરતી માત્રામાં મંજૂર મહેકમ ભરાઈ શકે તે માટે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. હવે પછી જે કોઈ ભરતી થશે તેમાં 20ને બદલે 35 ટકા લોકોની પ્રતિક્ષાયાદી બનશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત સરકારે પ્રતિક્ષા યાદીમાં 15 ટકા વધુ સમાવવાથી હવે પંચાયત સવંર્ગમાં ખાલી પડતી જગ્યાઓએ ત્વરીત જગ્યા ભરાઈ શકશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી સરકારી નોકરી ઈચ્છુકોને ખાલી પડનારી જગ્યાએ નોકરીની વિશાળ તક સાંપડશે.