નિર્ણય@ગુજરાત: ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલે લાઇસન્સ આપતાં 9 શરતો પાળવી પડશે, જાણો વિગતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે આરટીઓ ઉપરાંત રાજ્યની ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો પણ વાહનચાલકોને લાયસન્સ આપી શકશે. આ તરફ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણયની જાહેરાત કરી હોવાથી તેમાં જે શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે શરતો ભાગ્યે જ કોઇ
 
નિર્ણય@ગુજરાત: ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલે લાઇસન્સ આપતાં 9 શરતો પાળવી પડશે, જાણો વિગતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે આરટીઓ ઉપરાંત રાજ્યની ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો પણ વાહનચાલકોને લાયસન્સ આપી શકશે. આ તરફ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણયની જાહેરાત કરી હોવાથી તેમાં જે શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે શરતો ભાગ્યે જ કોઇ ડ્રાઇવિંગ સ્કૂલ પાળી શકે તેમ છે. જોકે આ નિર્ણયોનો અમલ કરવો થોડો કઠીન બની શકે તેવી શક્યતાં જોવા મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં હવે વાહનચાલકો જે સ્કૂલમાંથી તાલીમ મેળવ્યા હોય તે સ્કૂલમાંથી લાયસન્સ મેળવી શકશે. કેન્દ્ર સરકારના આદેશ પછી રાજ્ય સરકારે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલ સ્થાપિત કરવા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ સ્કૂલમાંથી તાલીમ મેળવનારા વાહનચાલકોને આરટીઓ દ્વારા આયોજીત ટેસ્ટમાં સામેલ થવું પડશે નહીં. જે બાબતે લાયસન્સ ઇસ્યુ કરવાની છૂટ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આપી છે.

નિર્ણય@ગુજરાત: ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલે લાઇસન્સ આપતાં 9 શરતો પાળવી પડશે, જાણો વિગતો
file photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગાઈડલાઈન પ્રમાણે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ સ્કુલો પાસે પોતાની જમીન અને ટ્રેનીંગ માટેની ઈન્સ્ટીટયુટ હોવી જોઈએ. ડ્રાઈવીંગ સ્કુલ ત્યારે જ પ્રમાણપત્ર આપી શકશે જ્યારે તાલીમ મેળવનાર વ્યક્તિએ 70 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય. આ પ્રમાણપત્રનાં આધારે આરટીઓ દ્વારા ઉમેદવારની એકપણ પ્રકારની ટેસ્ટ લીધા વિના અધિકારીઓ દ્વારા લાયસન્સ ઈસ્યુ કરી આપવામાં આવશે. આરટીઓ સંસ્થા દ્વારા અપાયેલા પ્રમાણપત્રના આધારે જ ડ્રાઈવિંગ લાયસન્સ આપશે.

નિર્ણય@ગુજરાત: ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલે લાઇસન્સ આપતાં 9 શરતો પાળવી પડશે, જાણો વિગતો
File Photo

નોંધનિય છે કે, સંસ્થાને ઉમેદવારનો રેકોર્ડ રાખવામાં આવશે જેને જરૂર પડે ત્યારે આરટીઓ ઈન્સ્પેકટર દ્વારા તપાસવામાં આવી શકે છે. જો કે, હાલ જે ડ્રાઈવિંગ સ્કુલમાંથી તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે તેઓને આરટીઓ ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ આપવી પડશે. આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, આ નવા નિયમોનાં કારણે હાલ જે સ્કુલ ચાલુ છે તે બંધ કરવામાં નહીં આવે. અધિકારીએ કહ્યું હતું કે, માન્યતા પ્રાપ્ત સ્કૂલ આરટીઓનો બોજો હળવો કરશે. સામાન્ય રીતે આરટીઓ ટેસ્ટમાં સામેલ થવું હોય તો 45 દિવસનો સમય લાગે છે તેથી ઉમેદવારને રાહ જોવી પડે છે પરંતુ સરકાર માન્ય સ્કૂલો લાયસન્સ આપી શકશે તેથી આરટીઓનો ભાર હળવો થશે. રાજ્યમાં 1લી જુલાઇથી આ નિર્દેશો લાગુ કરવામાં આવ્યા છે.

ડ્રાઇવિંગ સ્કૂલોએ આ નિયમોનું કરવુ પડશે પાલન

  1. ઓછામાં ઓછા બે ટેકનિકલ રૂમ હોવા જોઇશે.
  2. ટ્રેનર પાસે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ પણ જોઇશે.
  3. ભારે વાહનોની તાલીમ માટે સંસ્થા પાસે બે એકર જમીન જરૂરી છે.
  4. જો કે પહાડી જિલ્લામાં એક એકર જમીન મિનિમમ હોવી જોઇએ.
  5. સરકારી સંસ્થા પાસેથી મિકેનિકલ એન્જીનિયરીંગ ક્ષેત્રનું પ્રમાણપત્ર જોઇશે.
  6. લાઇટ મોટર વ્હિકલ માટે સ્કૂલમાં સપ્તાહની તાલીમ લેવી જરૂરી.
  7. ફર્સ્ટ એડ તેમજ મિકેનિકલ તાલીમનો પણ સમાવેશ કરવો પડશે.
  8. હેવી વાહનો માટે નાઇટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ જરૂરી છે.
  9. તાલીમ સ્કૂલ પાસે ઉમેદવારની બાયોમેટ્રીક વિગતો ફરજીયાત છે.