નિર્ણય@ગુજરાત: વિવાદો વચ્ચે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયની બદલી

અટલ સમાચાર,ડેસ્ક LRD ભરતી વિવાદ હજી ચાલી રહ્યો છે અને ગાંધીનગરમાં મહિલાઓ ધરણા કરી રહી છે. ત્યારે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગઇકાલે રાજ્ય સરકારે LRD ની બેઠકો વધારવાની વાત કરી છે અને આજે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની બદલી કરવામાં આવી છે. તેમની પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ADGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. IPS વિકાસ
 
નિર્ણય@ગુજરાત: વિવાદો વચ્ચે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયની બદલી

અટલ સમાચાર,ડેસ્ક

LRD ભરતી વિવાદ હજી ચાલી રહ્યો છે અને ગાંધીનગરમાં મહિલાઓ ધરણા કરી રહી છે. ત્યારે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગઇકાલે રાજ્ય સરકારે LRD ની બેઠકો વધારવાની વાત કરી છે અને આજે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની બદલી કરવામાં આવી છે. તેમની પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ADGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. IPS વિકાસ સહાયની બદલીનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. પોલીસ ટ્રેનિંગના ADGP તરીકે વિકાસ સહાયને ચાર્જ આપવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં 2018ના પરિપત્રને લઈને ચાલી રહ્યો છે. અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં ધરણા પર બેઠી છે. બંને તરફી માહોલ ગરમાતા સરકારે સમાધાનકારી નિર્ણય કર્યો હતો. વિરોધને શાંત પાડવા સરકારે 1-8-18ના પરિપત્રને ધ્યાને ન લઇને LRDની ભરતીમાં જગ્યા વધારી દીધી છે. જેથી કરીને તમામ વર્ગના 62.5 ટકાથી વધુ માર્ગ મેળવનારી મહિલાઓની ભરતી કરાશે.