નિર્ણય@ગુજરાત: 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ દરમ્યાન ST બસોના પ્રવેશ પર પ્રતિબંધ

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં વકરી રહેલા કોરોના પર કાબૂ મેળવવા માટે સરકાર તરફથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. નાઇટ કર્ફ્યૂ દરમ્યાન ચારેય શહેરમાં એસ.ટી.બસો બંધ રાખવામાં આવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. એટલે કે, આ ચારેય શહેરમાં સવારના સાત વાગ્યાથી રાત્રીના આઠ
 
નિર્ણય@ગુજરાત: 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ દરમ્યાન ST બસોના પ્રવેશ પર પ્રતિબંધ

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં વકરી રહેલા કોરોના પર કાબૂ મેળવવા માટે સરકાર તરફથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. નાઇટ કર્ફ્યૂ દરમ્યાન ચારેય શહેરમાં એસ.ટી.બસો બંધ રાખવામાં આવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. એટલે કે, આ ચારેય શહેરમાં સવારના સાત વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી જ એસ.ટી. બસોની સેવા ચાલુ રહેશે. ચારેય શહેરને બાદ કરતા ગુજરાતના અન્ય શહેરો અને વિસ્તારોમાં નિયમ પ્રમાણે બસ સેવા શરૂ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એસ.ટી. નિગમના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું હતુ કે, નાઇટ કર્ફ્યૂ દરમ્યાન અમદાવાદથી રાત્રી દરમિયાન ઉપડતી 450 જેટલી બસ નહીં દોડે. રાજકોટથી રાત્રી દરમ્યાન આવતી અને જતી 378 બસ બંધ રહેશે. વડોદરાની વાત કરવામાં આવે તો અહીં રાત્રી દરમ્યાન આવતી અને જતી 531 એસ.ટી. બસ બંધ રહેશે. જ્યારે સુરતથી રાત્રી દરમ્યાન આવતી-જતી 395 એસ.ટી. બસ બંધ રહશે.

ગુજરાતમાં હાલ ચાર મહાનગરપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવતા ST નિગમ દ્વારા એકશન પ્લાન બનાવામાં આવ્યો છે. જેમાં પેસંજરો માટે બાસપાસ પીકઅપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. રાત્રે પણ આ પિકઅપ પોઇન્ટ પર ST નિગમના કર્મચારીઓ હાજર રહેશે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે પીકઅપ પોઇન્ટ નક્કી કરાયા છે. શહેર અને નજીકના સ્થળ પરથી ST બસો મળી રહેશે. આ પીકઅપ સ્ટેન્ડ પરથી રાત્રિના સમયે પણ નિગમના કર્મચારીઓ સ્ટેન્ડ ટુ બાય રહેશે.

અમદાવાદના પીકઅપ પોઇન્ટ

અમદાવાદના સનાથલ ચોકડી, એક્સપ્રેસ હાઇવે ,અસલાલી, હાથીજન સર્કલ, અડાલજ ચોકડી, કોબા સર્કલથી બાય પાસ જતી બસ મળશે.

વડોદરાના પીકઅપ પોઇન્ટ

વડોદરા શહેરમાં દુમાંડ ચોકડી, કપુરાય ચોકડી, ગોલ્ડનચોકડી, જીએનએફસી, છાણી જકાત નાકાથી બસ સેવા મળશે.

સુરતના પીકઅપ પોઇન્ટ

સુરત મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડી પાસેથી બસ સેવા મળશે.

રાજકોટના પીકઅપ પોઇન્ટ

રાજકોટ ગોંડલ ચોકડી, હાજી ડેમ ચોકડી, ગરનલેન્ડ, માધાપર ચોકડી પરથી રાત્રી દરમિયાન બસ મળશે.