નિર્ણય@ગુજરાત: ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પસંદગીમાં સપ્તાહ સુધી વિરામ

અટલ સમાચાર, ગાંધીનગર કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય આગામી સપ્તાહ સુધી લંબાવાયો છે. ગુજરાતમાં હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ અટકળો લગાવામાં આવી રહી હતી કે, રાજ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી સહિત સંગઠનમાં મોટા પાયે ફેરફાર થાય તેવી શક્યતા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવી દેવામાં
 
નિર્ણય@ગુજરાત: ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પસંદગીમાં સપ્તાહ સુધી વિરામ

અટલ સમાચાર, ગાંધીનગર

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય આગામી સપ્તાહ સુધી લંબાવાયો છે. ગુજરાતમાં હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ અટકળો લગાવામાં આવી રહી હતી કે, રાજ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી સહિત સંગઠનમાં મોટા પાયે ફેરફાર થાય તેવી શક્યતા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાજપ સંગઠનના ફેરફાર સહિત પ્રદેશ પ્રમુખની વરણી માટેની અટકળો ઉપર એક અઠવાડીયા સુધી પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. ગઈકાલે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ MP અને MLAના મંતવ્ય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભા પેટાચૂંટણીની તારીખ નક્કી થયા બાદ જાહેરાત થઇ શકે છે. પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તો પ્રમુખપદની જાહેરાત થશે નહીં. ચૂંટણી જાન્યુઆરીમાં યોજાશે તો પ્રમુખપદની જાહેરાત કરાઈ શકે છે.