નિર્ણય@ગુજરાતઃ કોરોનાને ધ્યાનમાં રાખી નવરાત્રી મહોત્સવ મુખ્યમંત્રીએ રદ્દ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર ગુજરાત ઉપર યથાવત રહ્યો છે. આ વચ્ચે આગામી 17મી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન આવનારી નવરાત્રીનો મહોત્સવ નહીં યોજવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
નિર્ણય@ગુજરાતઃ કોરોનાને ધ્યાનમાં રાખી નવરાત્રી મહોત્સવ મુખ્યમંત્રીએ રદ્દ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર ગુજરાત ઉપર યથાવત રહ્યો છે. આ વચ્ચે આગામી 17મી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન આવનારી નવરાત્રીનો મહોત્સવ નહીં યોજવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે. તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રીમાં છૂટછાટ આપવા અંગે વિચાર કરી રહી છે.

નિર્ણય@ગુજરાતઃ કોરોનાને ધ્યાનમાં રાખી નવરાત્રી મહોત્સવ મુખ્યમંત્રીએ રદ્દ કર્યો
જાહેરાત

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ થોડા દિવસ પહેલા આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચૂસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી પ્રાથમિકતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે.