નિર્ણય@ગુજરાત: ચુંટણી વચ્ચે પણ કેન્દ્રના કોરોના નિર્દેશોનુ પાલન કરવુ પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા ભારત દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો બહાર પાડવામાં આવ્યા હતા. જેનુ પાલન ગુજરાતમાં પણ 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી લાગુ કરવામાં આવશે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી કહ્યું હતુ કે, રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને
 
નિર્ણય@ગુજરાત: ચુંટણી વચ્ચે પણ કેન્દ્રના કોરોના નિર્દેશોનુ પાલન કરવુ પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા ભારત દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો બહાર પાડવામાં આવ્યા હતા. જેનુ પાલન ગુજરાતમાં પણ 1લી  ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી લાગુ કરવામાં આવશે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી કહ્યું હતુ કે, રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી તા.15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે. સંક્રમણને રોકવા અને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, કોરોના સંદર્ભે નિયમોના પાલનની યોગ્ય વર્તણુક, સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ તેમજ નિયત SOPના ચુસ્તપણે પાલન એમ ત્રણ મુખ્ય બાબતો પર વિશેષ ભાર મૂકી તેનો વ્યાપક અમલ કરાવવાના હેતુસર ગૃહ વિભાગે એક જાહેરનામું-નોટિફિકેશન બહાર પાડ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે આ અંગેની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તુણકને ઉત્તેજન આપવા તેમજ લોકો સોશીયલ ડીસ્ટન્સ, હાથ ધોવા, માસ્ક લગાવવુ જેવા પગલા ભરવાના રહેશે. નેશનલ ડાયરેકટીવ્ઝ ફોર કોંવિંડ-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે. સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ અંગે તેમણે કહ્યું કે જિલ્લા સત્તાધિકારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓએ જરૂરિયાત જણાયે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની વખતો-વખતની ગાઈડલાઈન ધ્યાનમાં લઈને કાળજીપૂર્વક કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાના રહેશે.આવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં જિલ્લા સત્તાધિકારી, પોલીસ તથા સ્થાનિક સત્તામંડળોએ નિયત કન્ટેનમેન્ટ મેઝર્સનું ચુસ્તપણે સમગ્રપણે પાલન કરાવવાનું રહેશે.

પંકજકુમારે કહ્યું હતુ કે, રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. જેમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા મેળવડા સંદર્ભે સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનું અસરકારક અમલીકરણ તમામે કરવાનું રહેશે તથા જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરઓએ સી.આર.પી.સી. કલમ-144 હેઠળ જરૂરી જાહેરનામાં બહાર પાડવાના રહેશે. આ જાહેરનામાની જોગવાઇઓ/કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓના ઉલ્લંઘન કરનાર વ્યકિત The Disaster Management Act , 2005 તેમજ The Indian Penal Code, 1860ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.