નિર્ણય@ગુજરાત: દૂધ પાવડરની નિકાસ માટે પ્રતિકિલો રૂ.50ની સહાય સાથે ફેઇટના ભાવમાં વધારો કરાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રી એ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ 180 ને બદલે રૂ.200 આપવાનો નિર્ણય
 
નિર્ણય@ગુજરાત: દૂધ પાવડરની નિકાસ માટે પ્રતિકિલો રૂ.50ની સહાય સાથે ફેઇટના ભાવમાં વધારો કરાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રી એ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ 180 ને બદલે રૂ.200 આપવાનો નિર્ણય લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સાથે જ રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે. આ જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂ.50 મહત્તમ નિકાસ સહાય 6 મહિનાના સમયગાળા માટે રૂ. 150 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી.