નિર્ણય@ગુજરાત: GTU સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા મોકૂફ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં તમામ યુનિવર્સિટીઓ દ્વારા અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવવાનાર હતી. આજે મળેલી રાજ્યની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ માહિતી આપી હતી. જોકે, ભારત સરકારમાંથી શિક્ષણ વિભાગના સચિવ દ્વારા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે કે હાલ આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે અને
 
નિર્ણય@ગુજરાત:  GTU સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા મોકૂફ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં તમામ યુનિવર્સિટીઓ દ્વારા અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવવાનાર હતી. આજે મળેલી રાજ્યની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ માહિતી આપી હતી. જોકે, ભારત સરકારમાંથી શિક્ષણ વિભાગના સચિવ દ્વારા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે કે હાલ આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે અને પછી નવી તારીખો જાહેર કરી પરીક્ષાઓ લેવામાં આવે.

અગાઉ સવારે વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઇન બંને પ્રકારે પરીક્ષા યોજાવામાં આવશે એવી જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત આ બંને વિકલ્પમાં પણ જે વિદ્યાર્થીઓ રહી જશે તેમના માટે અલગથી પરીક્ષાઓ યોજાવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હવે પરીક્ષાઓ રદ્દ કરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પરીક્ષાઓ રદ્દ કરતા ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારત સરકારે દેશમાં એક સૂત્રતા જળવાય એ હેતુથી આપેલી સૂચનાનું રાજ્ય સરકાર પાલન કરશે. મુખ્યમંત્રી સાથે મંત્રણા કરીને આ જાહેરાત કરું છું. આવતીકાલથી 350 જેટલા સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવનારી હતી જે રદ્દ કરવામાં આવી છે. કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે પરીક્ષા યોજાવાની હતી જેની નવી તારીખો ભવિષ્યમાં બહાર પડશે.

રાજ્યમાં અગાઉ 25મી જૂનથી યૂનિવર્સિટીઓની પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સંજોગોવસાત તેને ઠેલવવામાં આવી હતી. દરમિયાન આવતીકાલથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થવાનો હતો. જોકે, કેન્દ્રીય માનવસંશાધન મંત્રી રમેશ પોખરિયાલે પણ અગાઉ જણાવ્યું હતું કે દેશમાં 15 ઑગષ્ટ પહેલાં સ્કૂલ, કૉલેજ યુનિવર્સિટીઓ ખોલવાનો કોઈ વિચાર નથી. પ્રતિકાત્મક તસવીર