નિર્ણય@ગુજરાત: આખરે સૌરાષ્ટ્રની 9-10 સપ્ટેમ્બરની પાટીલયાત્રા મોકૂફ રખાઇ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે હાલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આગામી 9 અને 10 સપ્ટેમ્બરનો ભાવનગર, અમરેલી અને બોટાદનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવેસરથી પ્રવાસની તારીખો જાહેર કરવામાં આવશે. જો કે હાલમાં કોરોના વાયરસના સંક્રમણમાં રાજકીય નેતાઓ વધુ આવી રહ્યાં છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
નિર્ણય@ગુજરાત: આખરે સૌરાષ્ટ્રની 9-10 સપ્ટેમ્બરની પાટીલયાત્રા મોકૂફ રખાઇ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે હાલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આગામી 9 અને 10 સપ્ટેમ્બરનો ભાવનગર, અમરેલી અને બોટાદનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવેસરથી પ્રવાસની તારીખો જાહેર કરવામાં આવશે. જો કે હાલમાં કોરોના વાયરસના સંક્રમણમાં રાજકીય નેતાઓ વધુ આવી રહ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાલ આગામી પેટાચૂંટણી લક્ષી રાજ્યમાં પ્રવાસો કરી રહ્યાં છે. રાજ્યમાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સૌ પ્રથમ સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યા બાદ હાલમાં ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. જો કે ત્યારબાદનો આગામી બે દિવસનો સૌરાષ્ટ્ર-2 પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. સી. આર. પાટીલ આગામી 9 અને 10 સપ્ટેમ્બર ત્રણ જિલ્લાના પ્રવાસે જવાના હતા. જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદનો સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સ્થાનિક સ્તરે વધુ સમયની માગના કારણે આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવેસરથી આ પ્રવાસની તારીખ જાહેર કરવામાં આવશે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે લોકોમાં પ્રવાસ રદ્દને લઇને કોરોના વાયરસના વધતા સંક્રમણના મુદ્દાનો વિષય મુખ્ય બન્યો છે.